તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th August 2024
ભગવતીપરા-જંગલેશ્વરમાં નીચાણવાળા વિસ્તારોમાંથી ૮૦૦ લોકોને સલામત સ્થળે ખસેડાયાઃ ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી બી. વી. જાદવ, પીઆઇ સંજયસિંહ જાડેજા, પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયા અને ટીમનો કામગીરી

રાજકોટઃ શહેરમાં ભારે વરસાદને પગલે રાતભર અનેક એવા વિસ્તારો કે જે નીચાણવાળા છે ત્યાંના રહેવાસીઓના જીવ ઉંચક થઇ ગયા હતાં. ભગવતીપરા, જંગલેશ્વર સહિતના વિસ્તારોમાં પોલીસની ટીમોએ પહોંચી નીચાણવાળા વિસ્તારોમાં જઇ સાયરન વગાડી માઇકથી જાહેરાત કરી લોકોને સલામત સ્થળોએ ખસેડયા હતાં. ભગવતીપરા શેરી નં. ૫માં નીચાણવાળા વિસ્તારમાં રાતે બી-ડિવીઝન પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા અને ટીમોએ પહોંચી સાયરન વગાડી લોકોને સલામત સ્થળે ખસેડવા તજવીજ કરી હતી. ૨૦૦ લોકોને નજીકની શાળા નં. ૪૩ ખાતે ખસેડવાની કાર્યવાહી થઇ હતી.
બીજી તરફ જંગલેશ્વર વિસ્તારમાં ૬૦૦ જેટલા લોકો નીચાણવાળા વિસ્તારમાં રહેતાં હોઇ ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી બી. વી. જાદવ, પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયા સહિતની ટીમોએ ત્યાં પહોંચી આ લોકોને શાળા નં. ૭૦માં સલામત સ્થળે પહોંચાડયા હતાં. વહેલી સવાર સુધી પોલીસની ટીમો સતત લોકોની સાથે રહી હતી. ભારે વરસાદ વચ્ચે પોલીસે ફરજ બજાવી પોલીસ પ્રજાનો મિત્ર એ સુત્રને ખરા અર્થમાં સાર્થક કર્યુ હતું. શહેરભરમાં પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયાની સુચના અનુસાર ડીસીપી સજ્જનસિંહ પરમાર, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી જગદીશ બાંગરવા, ડીસીપી પૂજા યાદવ અને તમામા એસીપીશ્રી, તમામ પીઆઇશ્રી અને તેમની ટીમોએ પેટ્રોલીંગ કર્યુ હતું અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવા અનુરોધ કર્યો હતો.
(1:19 PM IST)










