News of Tuesday, 27th August 2024
ભારે વરસાદને પગલે શહેરના અનેક રસ્તા ડાયવર્ટ કરાયાઃ આ રસ્તાઓ પરની ન નીકળવા ડીસીપી ટ્રાફિક પૂજા યાદવનો અનુરોધ

રાજકોટઃ ભારે વરસાદને પગલે રાજકોટ શહેરના અમુક રસ્તાઓને ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. ડીસીપી ટ્રાફિક પૂજા યાદવે જણાવ્યું હતું કે ભારે વરસાદને પગલે શહેરના અમુક રસ્તા બંધ કરાયા છે, ટ્રાફિક ડાયવર્ટ કરાયો છે જેથી લોકોએ આ રસ્તાઓ પરથી પસાર ન થવું. જેમાં કેકેવી ચોકથી બીગ બાઝાર, મહિલા કોલેજ અન્ડર બ્રીજ, પોલીસ હેડકવાર્ટરથી રૂડા ઓફિસ, અયોધ્યા ચોકથી માધાપર ચોકડીના પુલ નીચેના રસ્તા, ગોંડલ ચોકડી પૂલ નીચેના રસ્તા, નાણાવટી ચોક, પાટીદાર ચોક, કણકોટ રોડ પરથી લોકોએ ન નીકળવા અનુરોધ કાયો છે.
(1:20 PM IST)










