<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

રાજકોટ જિલ્લામાં વિવિધ ડેમસાઈટ અંતર્ગત ભારે વરસાદથી પ્રભાવિત ગામો અને સ્થળાંતરિત કામગીરીના વિસ્તારોની યાદી જાહેર : વાંચો સંપૂર્ણ યાદી

રાજકોટ : રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા ભારે વરસાદ પરિણામે સર્જાતી પરિસ્થિતિને પહોંચી વળવા તકેદારીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારોના નાગરિકોને સુરક્ષિત રાખવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે. જેના ભાગરૂપે વિવિધ ડેમસાઈટ અંતર્ગત ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારો અને સ્થળાંતરિતની કામગીરીની યાદી જાહેર કરવામાં આવી છે. જે નીચે મુજબ છે.

પુરગ્રસ્ત નીચાણવાળા વિસ્તારો

ગોંડલ તાલુકાના આંબરડી, ભંડારિયા, ખંભાલિડા, મસિતાળા, નવાગામ, લીલખા, દેરડી, હડમતાલા, કોલીથડ, પાટીયાળી ગામો, જેતપુર તાલુકાના રેશામડી ગલોળ, થાણા ગલોળ, જેતપુર કેરાળી, ખીરાસરા, લુણાગરા, લુણાગરી, મોણપર, નવાગઢ, પાંચપીપળા, સરધારપુર અને વડાસડા ગામો, ધોરાજી તાલુકાના ઉમરકોટ અને ભૂખી ગામો, જામકંડોરણા તાલુકાના દૂધીવદર, ઇશ્વરીયા અને તરવાડા ગામો, ઉપલેટા તાલુકાના ગઢડા, કેરાળા, ખાખીજાળીયા, મોજીરા, નવાપરા, સેવાંત્રા, ઉપલેટા, વડાળા, ગધેથડ, વર્જાંગ જાળીયા, મેખાટીંબી, નાગવદર અને લીલખા ગામો, ધોરાજી તાલુકાનું વેગડી ગામ, રાજકોટ તાલુકાના બેડી મનહરપુર, રાજકોટ અને નવાગામ ગામો, પડધરી તાલુકાના અડબાળકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગરહકા, હરીપુર, ખંઢેરી, નારણકા, શાખપર, ઉકરડા, ગોવિંદપર, ખામટા, રામપર, તરઘડી અને વણપરી ગામો, વડીયા તાલુકાનું હનુમાન ખીજડીયા ગામને વરસાદી પાણીના લીધે અસર થઈ છે અને વાહન વ્યવહાર ખોરવાયો છે.

નીચાણવાળા ગામોમાં સ્થળાંતરની કામગીરી

ગોંડલ તાલુકાના ખંભાલિડા, મસિતાળા, નવાગામ, લીલાખા, ભંડારીયા ગામોમાંથી નાગરિકોને ગોમટા તથા  મસિતાળા ખાતે, પાંચીયાવદર અને શેમળા ગામોમાંથી લોકોને માણેકવાળા અને ગોંડલ ગામો ખાતે, કરમાળકોડા ગામમાંથી સંધાવાયા ગામ ખાતે, કાંટોળીયા અને વોરાકોટડા ગામોમાંથી ગોંડલ ગામ ખાતે લુણીવાવ, કોલીથડ, ગરનાળા, ત્રાકુડા અને દૈયા ગામોમાંથી હસડામતાળા અને હડદમડિયા ગામો ખાતે, પતિયાળી અને કોલીથડ ગામોમાંથી લોકોને બેટાવડ અને ત્રાકુડા ગામો ખાતે ઉચ્ચસ્થાનો પર લોકોને ખસેડાયાં છે.

આ ઉપરાંત, કોટડાસાંગાણી તાલુકાના પીપળીયા, બગદડિયા અને વાડીપરા ગામોમાંથી લોકોને નાનામાંડવા અને સંધાવાયા ગામ ખાતે, કોટડા, રાજગઢ અને ખરેડા ગામોમાંથી સોડિયા અને માણેકવાળા ગામો ખાતે, પાડવાળા ગામના લોકોને ચરખડી ગામ ખાતે, હડમતાળા ગામમાંથી ગરનાળા ગામ ખાતે, જસદણ તાલુકાના ઈશ્વરીયા, સોમલપર અને ભડલી ગામોમાંથી મોટા દડવા અને બાંદણી ગામ ખાતે, લોધિકા તાલુકાના વાજડીવડ અને હરીપર ગામોમાંથી મોટા મહુવા ખાતે, વિંછીયા તાલુકાના મોટા હડમતીયા, મોટા લાખાવાડ, મોટા માત્રા ગામોમાંથી, પડધરી તાલુકાના બાંગવડી, ખજુરડી, ખીજડીયા, થોળીયારી, તરઘડી, વણપરી, ગોવિંદપુર, ખામટા ખોડાપીપર અને ખાખડબેલા ગામોમાંથી પડધરી અને દેપાળીયા ગામો ખાતે આશ્રયસ્થાનમાં ખસેડવામાં આવ્યા છે.

વધુમાં, જેતપુર તાલુકાના નવાગઢ, રબારીકા, સરધારપુર, પાંચપીપળા, કેરાળી, લુણાગરી, ખીરાસરા, વરસડા, મેવાસા, લુણાગરા, ચરણ સમઢીયાળા, ચારણીયા ગામોમાંથી ભાદરા ગામ સહિતના સ્થળો ખાતે, ઉપલેટા તાલુકાના નાગવદર ,વરજાંગજાળીયા, નિલાખા, ગણોદ, મેખાટીંબી, ઉપલેટા અને વડલા ગામોમાંથી ઉપલેટા અને વરસાડા ગામો ખાતે, ભાયાવદર તાલુકાના મોજીરા ખાખીજળીયા, ગઢળા, ગધેથડ અને સવાંત્રા ગામોમાંથી ભાયાવદર, ઢાંક અને કોલકી ગામો ખાતે તેમજ જામકંડોરણા તાલુકાના ઈશ્વરીયા અને જામદાદર ગામોમાંથી નાગરિકોને દુધીવગર ગામ ખાતે સલામતસ્થળે આશરો આપવામાં આવ્યો છે.

 

(1:26 PM IST)