તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th August 2024
રાજકોટવાસીઓની વહારે શહેર કોંગ્રેસ મેદાને: મદદ માટે નંબર જાહેર
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અતિવૃષ્ટિની ફરિયાદો અંગે કંટ્રોલરૂમ કાર્યરત કરાયો

રાજકોટ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહજી ગોહિલના આદેશને પગલે રાજ્યમાં અતિવૃષ્ટિને પગલે કોંગ્રેસના તમામ કાર્યકરોને ખડે પગે રહેવા આપેલી અપીલને પગલે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કંટ્રોલરૂમ શરૂ કરાયો છે. રાઉન્ડ ધ ક્લોક (24 કલાક માટે) શરૂ કરવામાં આવેલા કંટ્રોલ રૂમમાં શહેરના સિનિયર અને ચુનંદા કોંગ્રેસના આગેવાનોની નિયુક્તિ કરવામાં આવી છે. જેમાં એડવોકેટ અશોકસિહ વાઘેલા (મો :- 98984 77122), ગજેન્દ્રસિંહ ઝાલા (મો :- 94262 29396), મેઘજીભાઈ રાઠોડ (મો :- 83204 43448), નરેશભાઈ સાગઠીયા (મો :- 98250 86414), રણજીતભાઈ મુંધવા (મો :- 93741 24335), હબીબભાઈ કટારીયા (મો :- 98244 16069), કૃષ્ણદતભાઈ રાવલ (મો :- 95588 74422)
અતિવૃષ્ટિ બાબતે લોકોને કોઈ પણ પ્રકારની હાલાકી હોય તો જ્યાં પણ જરૂર પડે ત્યાં તંત્ર વાહકો અને અતિવૃષ્ટિથી પ્રભાવિત લોકો વચ્ચે કોંગ્રેસના કાર્યકરો સેતુ રૂપ બનશે અને કંટ્રોલરૂમમાં આવેલી તમામ ફરિયાદો સંબંધિત વિભાગોમાં મોકલી ફરિયાદોનું નિરાકરણ કરવા રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા ના માર્ગદર્શન હેઠળ કાર્યરત રહેશે વધુમાં આમ પ્રજાને જરૂર જણાય શહેર કોંગ્રેસના જે તે વોર્ડના વોર્ડ પ્રમુખનો પણ સંપર્ક કરવા અપીલ કરી છે.
(2:13 PM IST)










