News of Tuesday, 27th August 2024
રાજકોટના સામાકાંઠાના અસરગ્રસ્ત વિસ્તારોમાં ધારાસભ્ય ઉદય કાનગડનું સ્થળ નિરીક્ષણ: ફરિયાદો તાત્કાલિક ઉકેલવા સુચના

રાજકોટ: : ભારે વરસાદના પગલે શહેરના ઉપલા કાંઠે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાજકોટ 68 (પૂર્વ)ના ધારાસભ્ય ઉદય કાનગડે વરસાદના અસરગ્રસ્ત વિવિધ વિસ્તારોમાં રૂબરુ મુલાકાત લીધી અને માહિતી લઇ સમીક્ષા કરી અને ભરાયેલા પાણીના ઝડપી નિકાલ માટે તાત્કાલિક વ્યવસ્થા ગોઠવવા સુચના આપી હતી. આ મુલાકાત સાથે કોર્પોરેશનના પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભભાઈ દુધાત્રા અને શહેર ભાજપ મહામંત્રી અશ્વિન બોલ્યા સાથે રહ્યા હતા.
(2:30 PM IST)










