<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

રાજકોટમાં ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત લોકો માટે શ્રી પંચનાથ મંદિર ટ્રસ્ટ અને વોર્ડ નંબર 7 ના આગેવાનોની સરાહનીય કામગીરી : આશરે 1500 લોકો માટે પંચનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ફૂડ પેકેટની વ્યવસ્થા કરાઈ

કોર્પોરેટર દેવાંગભાઈ માંકડના માર્ગદર્શન માં વોર્ડ નં. 7 ભાજપ પ્રમુખ કૌશિક ચાવડા, મયંક પાઉં, સહદેવ ડોડીયા, અજય પરમાર, મુરાદભાઈ સહિતના અગેનાનો અને કાર્યકરો રહ્યા ખડેપગે

રાજકોટ : વોર્ડ નંબર 7 ના વોકડાના કાંઠે આવેલા વિસ્તારો, જેવા કે વિજય પ્લોટ, ગવલી વાડ અને રામનાથ મંદિર, નદી કાંઠા પાસે નો ભવાનીનગરમાં રહેતા લોકો માટે  ફૂડ પેકેટ તેમજ ભોજન વ્યવસ્થા શ્રી પંચનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી. આ સાથે આશરે 1500 લોકોને પંચનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજન અને ફૂડ પેકેટ પૂરું પાડવામાં આવેલ.

વિજય પ્લોટ વિસ્તારમાં વોર્ડ નંબર 7ના પ્રમુખ કૌશિક ચાવડા, મયંક પાઉં, જગદીશ જાદવ  અને રંજીતભાઈ ચૌહાણ, કેતનભાઇ જરીયા એ ફૂડ પેકેટનું વિતરણ કરેલ.

આ કાર્યોમાં રામનાથ પરા વિસ્તારના સહદેવ ડોડીયા, જે પી ધામેચા, સંદીપભાઈ ડોડીયા, અજય પરમાર, કાળુભાઈ ઓડ, વિજયભાઈ ચાવડા અને દિનેશભાઈ સોલંકી જોડાયા હતા. જ્યારે ગવલી વાડ વિસ્તારમાં મુરાદભાઈ તેમજ આશિકભાઇ દલવાણીએ જે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા તેમના ઘરે જઈને ફૂડ પેકેટ પહોંચાડ્યા હતા.

આ રાહત  રસોડામાં ખીચડી, સૂકી ભાજી, થેપલા બનાવવાનું  કાર્ય  શ્રી પંચનાથ મંદિર ટ્રસ્ટના અને વોર્ડ નંબર 7 ના કોર્પોરેટર  દેવાંગભાઈ માંકડ, વોર્ડ નંબર 7 ના કોર્પોરેટર નેહલભાઈ શુકલ, વસંતભાઈ જસાણી, સંદીપભાઈ ડોડીયા, વિશાલભાઈ ટંકારીયા, બીપીનભાઈ નથવાણી સહીત અનેક આગેવાનો અને પંચનાથ ટ્રસ્ટના કાર્યકરો દ્વારા ખૂબ ઝડપથી કરવામાં આવેલ. આશરે 2000 લોકોની રસોઈ ની કામગીરી કરવાની હોવાથી વહેલી સવારના 6 વાગ્યાથી તમામ કાર્યકર્તાઓ આ રાહત રસોડામાં કાર્યરત થઈ ગયા હતા. દેવાંગ માંકડ  બહારગામ  હોવાથી ટેલીફોનિક આ સમગ્ર રાહત રસોડા કાર્યરત કરવામાં અને ભોજન સામગ્રી વિતરણ માટેનું આયોજન કરી આપેલ.

(5:31 PM IST)