<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

રાજકોટમાં છેલ્લા ૨૪ કલાકમાં 14 ઈંચ વરસાદ: મોસમનો કુલ 44 ઈંચ થયો

શહેરમાં સાંજે ૦૫:૦૦ થી ૦૬:૦૦ વાગ્યા સુધીમાં ૦.૦૯ ઇંચ પાણી પડયુ

રાજકોટ : શહેરમાં વરસેલા વરસાદની રાજકોટ મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગમાં તા.૨૬નાં રોજ સાંજે ૬:૦૦ વાગ્યાથી તા.૨૭ના રોજ સાંજે ૬:૦૦ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં  સેન્ટ્રલ ઝોનમાં ૩૩૪ મી.મી.(13.91 ઈંચ), ઇસ્ટ ઝોનમાં ૨૪૩ મી.મી. અને વેસ્ટ ઝોનમાં ૩૧૧ મી.મી. વરસાદ નોંધાયો છે. જયારે ચાલુ સિઝનમાં સેન્ટ્રલ ઝોનમાં ૧૦૬૧.૫૦ મી.મી(44.22 ઈંચ)., ઇસ્ટ ઝોન : ૮૦૧ મી.મી. તથા 

વેસ્ટ ઝોન : ૧૦૦૬ મી.મી.  વરસાદ નોંધાયો છે.

છેલ્લા ૧ કલાકમાં એટલે કે સાંજે ૦૫:૦૦ થી ૦૬:૦૦ વાગ્યા સુધીમાં ૦.૦૯ ઇંચ પાણી પડયુ છે.

(7:28 PM IST)