<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

જાણો રાજકોટમાં છેલ્લા ૧૦૨ વર્ષમાં સરેરાશ કેટલા ઇંચ વરસાદ નોંધાયો

સૌથી વધુ વરસાદ વર્ષ ૨૦૧૯ મા ૬૪.૨૮ ઈંચ: વર્ષ ૧૯૩૯ માં સૌથી ઓછો ૬ ઇચ વરસાદ નોંધાયો

રાજકોટ મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ દ્વારા વર્ષ ૧૯૨૧ થી ૨૦૨૩ સુધીના ૧૦૨ વર્ષમાં શહેરમાં પડેલા સરેરાશ વરસાદના આંકડા જારી કરાયા છે. જે પૈકી સૌથી વધુ વરસાદ વર્ષ ૨૦૧૯ માં ૬૪.૨૮ ઇંચ વરસાદ નોંધાયો હતો જ્યારે સૌથી ઓછો વરસાદ વર્ષ ૧૯૩૯ મા ફક્ત ૬ ઈંચ વરસાદ પડ્યો હતો.
આ આંકડાઓનું વિશ્લેષણ દર્શાવે છે કે વર્ષ ૧૯૨૧ થી ૧૯૩૦ દરમિયાન ૩૪.૧ ઇંચ સરેરાશ વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ ૧૯૨૬ માં ૩૫ ઇંચ વરસાદ, વર્ષ ૧૯૩૧ થી ૧૯૪૦ દરમિયાન સરેરાશ ૨૦.૨ ઇંચ વરસાદ જેમાં સૌથી વધુ વર્ષ ૧૯૩૩ માં ૩૦ ઇંચ વરસાદ પડ્યો હતો. વર્ષ ૧૯૪૧ થી ૧૯૫૦ દરમિયાન ૨૪.૫ ઇંચ સરેરાશ વરસાદ પૈકી સૌથી વધુ વરસાદ ૧૯૪૫ માં ૪૦ ઇંચ, વર્ષ ૧૯૫૧ થી ૧૯૬૦ દરમિયાન ૨૬.૨ ઇંચ સરેરાશ વરસાદ પૈકી સૌથી વધુ વરસાદ ૧૯૫૯ માં ૪૩ ઇંચ વરસાદ નોંધાયો હતો. 

   આ ઉપરાંત વર્ષ ૧૯૬૧ થી ૧૯૭૦ દરમિયાન ૧૯.૫ ઇંચ સરેરાશ વરસાદ પૈકી સૌથી વધુ વરસાદ ૧૯૬૪ માં ૨૭ ઇંચ વરસાદ નોંધાયો હતો. વર્ષ ૧૯૭૧ થી ૧૯૮૦ દરમિયાનના દાયકામાં ૨૨.૮  વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ વરસાદ વર્ષ ૧૯૭૯ ના વર્ષમાં ૫૨ ઈંચ પડ્યો હતો. આ ઉપરાંત વર્ષ ૧૯૮૧ થી ૧૯૯૦ દરમિયાન ૧૯.૨ ઇંચ સરેરાશ વરસાદ પૈકી સૌથી વધુ વરસાદ ૧૯૮૮ માં ૪૦ ઇંચ વરસાદ નોંધાયો હતો.

 વર્ષ ૧૯૯૧ થી ૨૦૦૦ દરમિયાનના દાયકામાં ૨૧.૯ ઇચ વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ વરસાદ વર્ષ ૧૯૯૫ ના વર્ષમાં ૪૦ ઈંચ પડ્યો હતો.વર્ષ ૨૦૦૧ થી ૨૦૧૦ દરમિયાનમાં ૩૨.૮ ઇચ વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ વર્ષ ૨૦૧૦ માં ૫૪ ઈંચ પડ્યો હતો. આ ઉપરાંત વર્ષ ૨૦૧૧ થી ૨૦૨૦ દરમિયાન ૩૬.૭૦ ઇંચ વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ વરસાદ ૬૪.૨૮ ઇંચ વરસાદ વર્ષ ૨૦૧૯ માં પડ્યો હતો.  આ ઉપરાંત વર્ષ ૨૦૨૧ માં ૪૮.૨૪  ઇંચ, વર્ષ ૨૦૨૨ માં ૩૪.૫૨ ઇંચ તથા વર્ષ ૨૦૨૩ માં ૨૨.૬ ઇંચ વરસાદ નોંધાયો હતો.

(9:34 PM IST)