News of Wednesday, 28th August 2024
રાજકોટ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 2 થી 11 ઈંચ: સૌથી વધુ લોધીકામાં 11 ઈંચ
જિલ્લાના અન્ય ગામોમાં રાત્રે ૧૨ પછી ભારે વરસાદ પડ્યો

રાજકોટ: જિલ્લા આખા માં રાત્રે ૧૨ પછી અતિભારે વરસાદ પડ્યો છે ત્યારે ૨૪ કલાકમાં જિલ્લા માં પડધરી ૫ ઇંચ, લોધિકા ૧૧ ઇંચ,કોટડા સાડા ૧૦ ઇંચ, જસદણ ૩ ઇંચ, ગોંડલ ૮ ઇંચ, જામકંડોણા ૭ ઇંચ, ઉપલેટા ૬ ઇંચ, ધોરાજી ૭ ઇંચ, જેતપુર ૫ ઇંચ વીંછિયા ૨ ઇંચ વરસાદ પડયો છે. ગોંડલમાં 7 વાગ્યે ભારે વરસાદ ચાલુ હતો. જિલ્લા માં અન્ય વિસ્તારોમાં પણ વરસાદ ના અહેવાલો છે
(12:02 PM IST)










