તા. ૧૯ એપ્રિલ ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ચૈત્ર સુદ - ૧૧ શુક્રવાર
News of Wednesday, 28th August 2024
માઘાપર ચોકડીએ કારમાં દારૂ સાથે ૪ પકડાયાઃ બે શખ્સ નશો કરેલા હોઇ અલગથી ગુનો નોંધાયો

રાજકોટઃ વરસતા વરસાદમાં માધાપર ચોકડી ૧૫૦ ફુટ રીંગ રોડ પર ગાંધીગ્રામ પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે જીજે૦૩કેસી-૭૭૯૦ નંબરની કારમાં ચારેક શખ્સો શંકાસ્પદ જણાતાં તપાસ કરતાં અંદરથી ૩૦૦ એમએલ દારૂ ભરેલી બોટલ મળી આવતાં ચાર શખ્સો સાગર સુરેશભાઇ કારીયા (રહે. દિપક સોસાયટી-૫ કનૈયા ચોક), બંસરાજ બ્રીજવાસીલાલ ગોૈડ (રહે. ગોવિંદબાગ શાક માર્કેટ ડ્રીમ ઓપેરા કોમ્પલેક્ષ સામે મા વૈષ્ણોદેવી ગોલ્ડ પ્લેટીનમ કારખાનુ), રમેશ હરખાભાઇ ભાગીયા (રહે. મનહર સોસાયટી-૬ પેડક રોડ) અને અનિલ બાબુલાલ મોહરીયા (રહે. પુષ્કરધામ સોસાયટી-૨, બ્લોક નં. ૧ સેટેલાઇટ ચોક મોરબી રોડ)ને પકડી લઇ દારૂનો કેસ કરાયો હતો. તેમજ આ ચાર પૈકી રમેશ ભાગીયા અને બંસરાજ ગોૈડ દારૂ પીધેલા હોઇ અલગથી ગુનો દાખલ કરાયો હતો. પીઆઇ બી. ટી. અકબરીની રાહબરીમાં પીએસઆઇ એસ. એલ. ગોહિલ, સાવનભાઇ સાંગાણી, પ્રશાંતભાઇ ગજેરા, મુકેશભાઇ સબાડ સહિતે આ કામગીરી કરી હતી.
(11:56 AM IST)










