તા. ૧૯ એપ્રિલ ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ચૈત્ર સુદ - ૧૧ શુક્રવાર
News of Wednesday, 28th August 2024
ભુણાવાના પાટીયે અજાણ્યા વાહનની ઠોકરે શારદાબેન સોલંકીનું મોત

રાજકોટઃ ગોંડલ તાલુકાના ભુણાવાના પાટીયા પાસે સાંજે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. ભુણાવાના પાટીયા નજીક રહેતાં મુળ શેમળા ગામના શારદાબેન દીપકભાઇ સોલંકી (ઉ.વ.૪૦) રસ્તો ઓળંગતા હતાં ત્યારે અજાણ્યો વાહનચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતું. બનાવની જાણ થતાં શાપર વેરાવળ પોલીસ મથકના આર. કે. ગોલિહે મૃતકના સસરા કુરજીભાઇ દેવાભાઇ સોલંકીની ફરિયાદ પરથી અજાણ્યા વાહનચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ અકસ્માતમાં મહિલાના પેટમાંથી આંતરડા બહાર નીકળી ગયા હતાં અને બંને હાથનો ફુરચો બોલી ગયો હતો.
(12:03 PM IST)










