તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th August 2024
એરોડ્રામની પટ્ટીમાંથી છોડાતા વરસાદી પાણીથી દર વર્ષે ગાંધીગ્રામના અનેક વિસ્તારો જળમગ્નની સ્થિતિમાં
ભુગર્ભ ગટરો જામ થવાથી સંડાસ બાથરૂમના ભુંગળાઓ બે ત્રણ દિવસ ભરેલા રહેતા હોય રોગચાળાની સર્જાતી ભીતી : કાયમી ઉકેલની માંગ

રાજકોટ : દર ચોમાસે એરોડ્રામની પટ્ટીમાંથી છોડાતા વરસાદી પાણીથી ગાંધીગ્રામના દલવાડી ચોક, શાહનગર, સત્યનારાયણનગર અને જીવંતીકાનગર સહીતના વિસ્તારો પાણી પાણી થઇ જાય છે. એરપોર્ટના મેદાનમાં જમા થયેલુ પાણી પાછળની સાઇડ છોડાતા વરસાદ રહી ગયાના બે બે ત્રણ ત્રણ દિવસ સુધી નદીની માફક વહ્યા કરે છે. આ વિસ્તારની ભુગર્ભ ગટરો પણ હાફી જાય છે. ભુગર્ભ ગટરોમાંથી સામા પાણી છુટે છે. દર વર્ષે સર્જાતિ આ સમસ્યાનો તંત્રવાહકો યોગ્ય ઉકેલ લાવે તેવુ લોકો ઇચ્છી રહ્યા છે. એરોડ્રામ મેદાનના પાણીને અલગથી રસ્તો કરી દેવામાં આવે તો આ સમસ્યાનો અંત આવે. બે ત્રણ દિવસ સુધી સંડાસ બાથરૂમના ભુંગળાઓ ભરેલા રહેતા હોય રોગચાળાની પણ ભીતી રહે છે. માર્ગો ઉપર સતત પાણી વહેતા હોય ત્યારે નીચાણવાળા મકાનોમાં પણ પાણી ભરાયેલા રહે છે. સંબંધિત તંત્રવાહકો આ સમસ્યાનો કાયમી હલ લાવે તેવી લોક માંગણી ઉઠી છે.
(2:48 PM IST)










