તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th August 2024
પાણી નિકાલના મશીનો કયાં ગયા ? પહેલા વોર્ડ દીઠ ૪ થી પ હતા : હવે એકાદ-બે
ર૦૧૯ માં સીઝનનો સૌથી વધુ ૬૪ ઇંચ વરસાદ પડેલઃ એક જ દિ‘માં ૧૦ ઇંચ વરસાદ બાદ ર૪ કલાકમાં પાણી નિકાલ થયેલાઃ આ વર્ષે ૪ દિ'માં ૩ર ઇંચ બાદ પણ પરિસ્થિતિ જૈસે-થે !

રાજકોટ, તા. ૩૦ : રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ભરપુર મહેર કરી. માત્ર ચાર જ દિવસમાં ૩૧ ઇંચ વરસાદે તંત્રની પોલ ખોલી દીધી. રાજકોટને ‘જળકોટ' બનતા રોકવામાં તંત્ર પોકળ પુરવાર થયું. મહાનગર પાકિલાના વિવિધ વિસ્તારો મહાગટર પાલિકાના વિસ્તાર બની રહ્યા . સામાન્ય રીતે પ્રી-મોનસુન મીટીંગો ભરી પ્રસિધ્ધિ મેળવતા તંત્રના અધિકારીઓ મોનસુન વખતે ગુમસુમ બની ગયા છે. મનપા પાસે પાણીના નીકાલ માટે ‘‘ડ્રી વોટ રીંગ મશીન'' પણ પુરતા નથી. તેમ મનપાના ઉચ્ચ અધિકારીએ કબલ્યુ હતું.
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં ચારે દિ'માં ૩૧ ઇંચ વરસાદ થયો છે. ત્યારે ઠેર-ઠેર ખાડાઓની સાથે રસ્તાઓ પર અને ડ્રેનેજમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. વર્ષ ર૦૧૯માં રાજકોટમાં ૬૪ ઇંચ વરસાદ થયો હતો. સતત ર૪ કલાક ચાલુ રહેલા વરસાદ પછી એ વખતે ડ્રેનેજ ભરાવાની પારાવાર ફરિયાદો તંત્રને મળી હતી. ત્યારે ડ્રેનેજ સીસ્ટમ સાફ કરતા ‘‘ડ્રી વોટ રીંગ મશીન'' ની સંખ્યા દરેક વોર્ડમાં ૪ થી પ ની હતી જયારે સતાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે એ વખતે આ મશીનથી તુરત જ પાણીનો નીકાલ થઇ જતો.
જયારે મનપાના સતાવાર સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ આ ‘‘ડ્રી વોટ રીંગ મશીન'' ની સંખ્યા હવે દરેક વોર્ડમાં ૧ થી ર ની રહી છે. એટલે કે રાજકોટમાં ૧૮ વોર્ડમાં પહેલા પ૦ થી વધુ મશીનો હતા હવે તેની સંખ્યા ર૦ થી રપ થી માંડ રહી છે. એટલે કે તંત્ર વાહકોએ સ્વીકાર્યુ છે કે મશીનરી ઓછી થઇ ગઇ છે. તો પ્રશ્નએ થાય કે આ ‘‘ડ્રી વોટ રીંગ મશીન'' વરસાદ પુરમાં તણાઇ ગયા કે પછી ધરતીમાં સમાઇ ગયા ?
તંત્ર વાહકો કહે છે કે આ મશીનોનો ઉપયોગ અંડરબ્રીજના પાણીના નીકાલમાં કરવામાં આવી રહ્યો છે. ૪ થી પ મશીનથી પાણી ઉલેચવામાં આવે છે તો બીજા મશીનો કયાં ? તેવો પણ પ્રશ્ન લોકોમાં ચર્ચાઇ રહ્યો છે.
હાલ રાજકોટમાં ર૪ કલાકથી વધુ સમયથી અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાઇ રહ્યા છે. ત્યારે આવા મશીનની વધુ જરૂર છે. વરસાદી પાણી ઓસર્યા નથી, લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે મનપા તંત્ર દોડતુ થાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે.
(3:19 PM IST)










