<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

રાષ્‍ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.ના સાંનિધ્‍યે પર્વાધિરાજ પર્વના આગમનનું ભવ્‍ય આયોજન

રાજકોટ તા. ૩૦: પરમધામ સાધના સંકુલના પ્રાંગણે રાષ્‍ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્‍યે આગામી ૧ થી ૮ સપ્‍ટેમ્‍બર આઠ દિવસ સુધી પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના આગમનને વધાવતું ભવ્‍યાતિભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે.

પર્વાધિરાજ પર્વ દરમ્‍યાન દરરોજ સવારના ૬-૩૦ થી ૭-૩૦ કલાકે આત્‍મ અવગુણો અને દોષો શુદ્ધિકરણના વિશિષ્ટ પ્રયોગ સ્‍વરૂપ ‘‘ઈનર ક્‍લિનિંગ કોર્સ'' અંતર્ગત વિશેષ પ્રકારની ધ્‍યાન સાધના કરાવવામાં આવશે. દરરોજ સવારના ૮-૩૦ કલાકે પરમ ગુરુદેવની મધુર વાણીમાં બોધ પ્રવચન સીરીઝ ‘‘તું હૈ તો..'' અંતર્ગત દેવ ગુરુ અને ધર્મ ઉપકારભાવ દર્શાવતા વિવિધ વિષયો પર બોધ ફરમાવવામાં આવશે. જેના અંતર્ગત ૧ સપ્‍ટેમ્‍બર ‘‘તુ હૈ તો ધર્મ પ્રેમ હૈ''૨ સપ્‍ટેમ્‍બર ‘‘તુ હૈ તો ભૂલના આસાન હૈૅ, ૩ સપ્‍ટેમ્‍બર ‘‘તુ હૈ તો સાધના જીવંત હૈ'', ૪ સપ્‍ટેમ્‍બર ‘‘તુ હૈ તો શ્રદ્ધા અતૂટ હૈ'', ૫ સપ્‍ટેમ્‍બર ‘‘ભગવાન મહાવીર જન્‍મોત્‍સવ'', ૬ સપ્‍ટેમ્‍બર‘‘ૅતુ હૈ તો દોષોં કી વિશુધ્‍ધિ હૈ'', ૭ સપ્‍ટેમ્‍બર ‘‘તુ હૈ તો મુસ્‍કિલે આસાન હૈ'',  ૮ સપ્‍ટેમ્‍બર ‘‘તુ હૈ તો ક્ષમા આસાન હૈ'', વિષયો સાથે ભાવિકોને આત્‍મહિતની પ્રેરણા આપવામાં આવશે.

સાંજના સમયે દરરોજ ૬-૩૦ કલાકે પાપક્ષય કરાવતી ૅપ્રતિક્રમણનીૅ આરાધના કરાવવામાં આવશે. દરરોજ રાત્રિના ૮ કલાકે ગાયક કલાકાર  દેવાંગભાઈ દોશી,  જતીનભાઈ બીદ,  હાર્દિકભાઈ શાહ તેમજ  શૈલભાઈ શાહના મધુર કંઠે પ્રભુ ભક્‍તિની પાવન રંગત રેલાશે. દરરોજ રાત્રીના ૮-૩૦ કલાકે ૅવિજયી ભવઃૅ રાત્રિ પ્રવચનમાળા યોજાશે.વિશેષમાં, ૦૫ સપ્‍ટેમ્‍બર પર્વના પંચમ દિવસે સવારના ૮-૩૦ કલાકથી ‘‘ભગવાન મહાવીર જન્‍મોત્‍સવ'' અંતર્ગત માતા ત્રિશલાદેવીને આવેલા ૧૪ મહાસ્‍વપ્નના દિવ્‍ય દર્શન તેમજ બાળ હૃદયમાં શ્રેષ્ઠ સંસ્‍કારોના સિંચનની પ્રેરણા આપતા પ્રેરણાત્‍મક ૅપેરેન્‍ટિંગ ડ્રામૉ ની પ્રસ્‍તુતિ સાથે ભક્‍તિ ભીના પ્રભુ જન્‍મના વધામણાનો કાર્યક્રમ યોજાશે. ૦૭.૦૯.૨૦૨૪ પર્વના સપ્તમ દિવસે ૮-૩૦ કલાકે ૅવર્લ્‍ડ નવકાર ડેૅ કાર્યક્રમ અંતર્ગત એક જ સમયે, એક સાથે, દેશ-વિદેશના લાખો ભાવિકો નમસ્‍કાર મંત્રના ગુંજારવદ્વારા વિશ્વશાંતિના તરંગો પ્રસરાવશે એની સાથે પરિવારના સભ્‍યો વચ્‍ચે ભાઈ ભાઈ વચ્‍ચે સર્જાએલી કડવાશને દૂર કરીને સંબંધોમાં તોહ અને વિશ્વાસનું સર્જન કરતો અનન્‍ય કાર્યક્રમ ‘‘ભાઈ v/s ભાઈ, ભાઈ‘‘ વિથ ભાઈ યોજાશે.

તા. ૦૮ના રોજ બપોરના ૦૩ થી ૦૫. કલાકે પરમ ગુરુદેવના શ્રીમુખેથી ભવોભવના પાપ દોષોથી કટઓફ કરાવતી શ્રાવકદીક્ષાની અર્પણતા સાથે જન્‍મ- જન્‍માંતરના દોષોની વિશુધ્‍ધિ સ્‍વરૂપ સવંત્‍સરી આલોચના વિધિ કરાવવામાં આવશે. સાંજના ૬-૩૦ કલાકે સવંત્‍સરી પ્રતિક્રમણની આરાધના કરીને આત્‍મશુધ્‍ધિ કરાવવામાં આવશે.

 પર્વાધિરાજ પર્વના દરેક કાર્યક્રમ પરમધામ, વાલકસ વિલેજ, તાલુકો - કલ્‍યાણ, મહારાષ્‍ટ્ર ખાતે યોજાશે. સમગ્ર પર્વાધિરાજ પર્વ તેમજ સમગ્ર ચાતુર્માસની અનુમોદનાનો  લાભ માતળશ્રી કંચનબેન રમણીકલાલ શેઠ પરિવાર તરફથી લેવામાં આવ્‍યો છે.

(3:37 PM IST)