તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th August 2024
પર્વનો રાજા એટલે પર્વાધિરાજ પર્યુષણ પર્વ

રાજકોટઃ ત્રિલોકીનાથ તીથઁકર પરમાત્માએ જૈન આગમોમાં ભાદરવા સુદ પાંચમ સંવત્સરીના દિવસને વિશેષ પ્રાધાન્ય આપેલું છે,પરંતુ મહા પુરુષોએ આગળના સાત દિવસ સંવત્સરીની ભૂમિકારૂપ ધર્મમય માહોલ બનાવવાના હેતુથી આઠ દિવસ પર્યુષણ પર્વની પરંપરા ચાલુ કરેલ છે.
પર્યુષણ પર્વને જૈનો પર્વનો રાજા ગણે છે.જેવી રીતે કોઈ વિદ્યાર્થી પરીક્ષાના સમયે આઠ દિવસ પેપર બરાબર આપે.તેવી જ રીતે દરેક જીવાત્મા માટે આ આઠ દિવસ આત્માની પરીક્ષાના દિવસો સમાન છે. વર્ષ દરમ્યાન જાણતા - અજાણતા જે કર્મો બંધાઈ ગયા હોય તેને યાદ કરી ઉપકારી પૂ.સંત - સતિજીઓ,ગુરુ ભગવંતો પાસે પોતાના આત્માની સાક્ષીએ કર્મોની આલોચના,ગર્હા કરી,પ્રાયヘતિ લઈ તપ - ત્યાગ કરીને કર્મો ખપાવવાના શ્રેષ્ઠ દિવસો રહેલા છે. આગળના સાત દિવસ એટલે આત્મ સાધનનાના દિવસ અને સંવત્સરીનો દિવસ એટલે સિધ્ધીનો દિવસ. તેમ મનોજ ડેલીવાળાએ જણાવ્યું છે.(૪.૨૯)
(3:38 PM IST)










