તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th August 2024
વિમલનાથ સ્વામિ જૈન દેરાસરે વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો

રાજકોટઃ વિમલનાથ સ્વામિ જૈન દેરાસરનાં આંગણે શ્રી મહાપર્વાધિરાજ પર્યુષણ પર્વ દરમ્યાન થનાર ધર્મ પ્રવળત્તિઓ ની હારમાળા, વિધવિવિધ આયોજનો થશે. વિપુલભાઈ દોશી-કન્વીનર (મો. ૯૨૨૮૭૬૫૬૮૮) ની યાદીમાં જણાવાયુ છે કે બલસાણા તિર્થ સ્વરૂપ શ્રી વિમલનાથ સ્વામિ જૈન દેરાસર નાં આંગણે શ્રી મહાપર્વાધિરાજ પર્યુષણ પર્વ દરમ્યાન રોજ સાંજે ત્રણેય પરમાત્માની આંગી - આરતિ - પ્રભાવના રાત્રે ૯ કલાકે લાભ લેનાર ભાગ્યશાળીઓ શનિવાર તા. ૩૧ (અઠાઈ ઘર) રમેશચંદ્ર ગુલાબચંદ વસા પરિવાર, શ્રાવણ રવિવાર તા. ૧ દ્રષ્ટિ હર્ષ દોશી પરિવાર, સોમવાર તા.૨ સૌમીબેન અતુલભાઈ મોદી પરિવાર મંગળવાર તા. ૩ (કલ્પધર) શ્રી જયશ્રીબેન કિશોરભાઈ કામદાર પરિવાર, તા.૪(મહાવીર જન્મ વાંચન)આશાબેન અશ્વિનભાઈ જસાણી પરિવાર હઃ નાયશા, નીશ્રા, શ્રી ગુરૂ ગૌત્તમ સ્વામીનો પક્ષાલ સવારે ૬-૩૦ કલાકે(બેસતો મહિનો), ગુરૂવાર તા.૫(ગણધરવાદ વાંચન) રંજનબેન હેમેન્દ્રભાઈ શાહ ભાડલાવાળા પરિવાર, શુક્રવાર તા. ૬ ઉર્વીબેન કૌશલભાઈ મહેતા પરિવાર શનિવાર તા.૭ (સંવત્સરી) સંગીતાબેન હરેશભાઈ શાહરવિવાર તા. ૮ શ્રી માણિભદ્ર વીર અને શ્રી ઘંટાકર્ણવીરનું અનુષ્ઠાન સવારે ૮-૧૫ કલાકે, સમગ્ર પર્વ દરમ્યાન મુળનાયકશ્રીની રોજે-રોજની અષ્ઠપ્રકારી પૂજાના આદેશો સવારે ૬-૩૦ કલાકે બોલી બોલીને આપવામાં આવશે.
દર રવિવારે શ્રી ઘંટાકર્ણવીરની સુખડી જુદાં-જુદાં ભાગ્યશાળી પરિવારો તરફથી, સને ૨૦૨૪-૨૫ના વર્ષમાં જિનાલયમાં વપરાતા દેવ દ્રવ્યના લાભાર્થીઃ વિનયકાંત પાનાચંદ ટોળીયા હઃ નિપુલભાઈ, નિલાબેન ટોળીયા પરિવાર, પર્યુષણ પર્વ દરમ્યાન પ્રભાવનાનો લાભલેનાર ભાગ્યશાળી પરિવારો શનિવાર તા. ૩૧ આશાબેન અશ્વિનભાઈ જસાણી પરિવાર રવિવાર તા. ૧ જયોતિબેન સુરેશભાઈ દોશી પરિવાર, સોમવાર તા.૨ સપાણી પરિવાર વાંકાનેરવાળા, ે મંગળવાર તા. ૩ (કલ્પધર) સપાણી પરિવાર વાંકાનેરવાળા બુધવાર તા. ૪ (મહાવીર જન્મ વાંચન) શીરીષભાઈ ભીખુભાઈ ધ્રુવ અને ભામીનીબેન ભરતભાઈ પારેખ, ગુરૂવાર તા. ૫ (ગણધરવાદ વાંચન) સપાણી પરિવાર વાંકાનેરવાળા, શુક્રવાર તા.૬-સપાણી પરિવાર વાંકાનેરવાળા શનિવાર તા. ૭- (સંવત્સરી) નિતાબેન અશ્વિનભાઈ શાહ પરિવાર બનારસવાળા છે.
પર્યુષણ પર્વ દરમ્યાન જિનાલય સુ-શોભનનો લાભલેનાર પરિવાર દીપ્તીબેન મુકેશભાઈ દોશી, જિનાલયની તેરમી સાલગીરી શનિવાર તા.૭ ડીસેમ્બરના રોજ આવે છે. જિનાલયની બધી ધજાનો આદેશ સિલ્વર કલાસીક પરિવારે લીધેલ છે. સનેઃ ૨૦૨૫ની ફાગણ સુદ ૧૩ શ્રી શત્રુંજય ભાવયાત્રાના લાભાર્થી.શ્રી ગુણવંતીબેન ભગવાનદાસ શાહ હઃચેતનાબેન ધર્મેન્દ્રભાઈ શાહ વલ્લભીપુરવાળા પરિવાર છે. બહેનોનું પ્રતિક્રમણ સાંજે ૭-૧૫ કલાકે સાધનાબેન વિપુલભાઈ દોશીર્,ં એ-૨૧, એફીલ ટાવર, શ્રી વિમલનાથ જિનાલયની સામે મો.: ૯૭૧૨૩૪૩૦૧૯, ભાઈઓનું પ્રતિક્રમણ સાંજે ૭ કલાકે શ્રી કાલાવાડ રોડ જૈન દેરાસર, જય પારસધામ, ખાતે ઉપરના ઉપાશ્રય હોલમાં રાખેલ છે. બુધવારના બહેનોના જાપ ભાદરવા સુદ ૮ ને બુધવાર તા.૧૧ સપ્ટેમ્બરના રોજ રાખેલ છે. સર્વ સાધારણની કાયમી તિથિના લાભાર્થીનું નામ આરસની તકતીમાં લખવામાં આવશે.
(3:39 PM IST)










