<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

જન્‍માષ્‍ટમીની સ્‍પર્ધાના વિજેતાઓ જાહેર : લતા સુશોભનમાં બાલકૃષ્‍ણ ગ્રુપ અને મોટા ફલોટમાં સમર્પણ ગ્રુપ પ્રથમ

જીનકે આગે નતમસ્‍તક સારા સંસાર હૈ, મેરે ગિરધર કી લીલા અપરંપાર હૈ... ટુ વ્‍હીલર્સમાં અરૂણ પરમાર પ્રથમ : ટ્રેકટરના ફલોટમાં બજરંગ મિત્ર મંડળને ઇનામ

વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા જન્માષ્ટમીના દિવસે નીકળેલ શોભાયાત્રામાં ટ્રક વિભાગના ફલોટમાં સમર્પણ યંગ ગ્રુપ, સંત કબીર રોડની ગોવર્ધન પર્વતની કૃતિ પ્રથમ વિજેતા થઇ છે. જેમાં કૃષ્ણના જીવંત પાત્રમાં કુણાલ સંચાણિયા અને ગોવાળિયાના પાત્રમાં હિરેન મેવાડા હતા. પ્રમુખ વિનોદ ચોટલિયા અને ટીમે અભિનંદન પાઠવ્યા છે

 

રાજકોટ તા. ૩૦ : વિશ્‍વ હિન્‍દુ પરિષદ પ્રેરીત શ્રી જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિ દ્વારા આયોજીત અનેકવિધ કાર્યક્રમો પૈકી ફલોટ સુશોભન તથા લતા સુશોભન સ્‍પર્ધામાં આ વખતે પણ અનેક ગ્રુપ, સંસ્‍થા, મંડળ, એનજીઓ દ્વારા હોંશભેર ભાગ લેવામાં આવ્‍યો હતો. તમામ કાર્યકરોમાં ઉત્‍સાહ હતો જેથી રાજકોટના લોકોને અનેક જોવાલાયક લતા સુશોભનનો પણ વિશેષ લાભ મળ્‍યો હતો. મુશળધાર વરસાદની વચ્‍ચે પણ જન્‍માષ્‍ટમીના દિવસે નીકળેલી શોભાયાત્રામાં સ્‍પર્ધક ગ્રુપ દ્વારા પોતાના ફલોટસ લઈને રથયાત્રામાં એ જ ઉત્‍સાહપૂર્વક બધા જોડાયા હતા.

મુલ્‍યાંકન દ્વારા મળેલા માકશ્નગના આધારે જે વિજેતાઓ બનેલ છે તેના નામ સમિતિ દ્વારા ઘોષીત કરવામાં આવ્‍યા છે. આ તમામ વિજેતા ફલોટ અને લતા સુશોભનના ગ્રુપ, સંસ્‍થા, મંડળોને દર વર્ષની માફક ર૦રપ માં યોજાનાર ભવ્‍ય જાહેર કાર્યક્રમમાં ઈનામોથી નવાજવામાં આવશે અને તમામ સ્‍પર્ધકોમાં પ્રોત્‍સાહીત કરવામાં આવશે.

આ ફલોટ સુશોભન તથા લતા સુશોભન સ્‍પર્ધામાં ભાગ લેનાર તમામ તથા વિજેતા થયેલ તમામને જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિ વર્ષ-ર૦ર૪ ના માર્ગદર્શકો સર્વશ્રી નરેન્‍દ્રભાઈ દવે, માવજીભાઈ ડોડીયા, હસુભાઈ ભગદેવ, શાંતુભાઈ રૂપારેલીયા, હસુભાઈ ચંદારાણા, મહોત્‍સવ સમિતિના અઘ્‍યક્ષ રાજદિપસિં જાડેજા (રાજાભાઈ વાવડી), કાર્યકારી અઘ્‍યક્ષ તિર્થરાજસિંહ ગોહીલ (ત્રાપજ), શોભાયાત્રાના અઘ્‍યક્ષ વિજયભાઈ વાંક, શોભાયાત્રાના સંયોજક બંકીમભાઈ મહેતા, સહસંયોજકો મનીષભાઈ બેચરા, મુખ્‍ય રથ સંયોજક ધીરૂભાઈ વીરડીયા, મહોત્‍સવ સમિતિના ઈન્‍ચાર્જ નિતેશભાઈ કથીરીયા, સહ-ઈન્‍ચાર્જ કૃણાલભાઈ વ્‍યાસ, કોષાઘ્‍યક્ષ વિનુભાઈ ટીલાવત, સહ-કોષાઘ્‍યક્ષ રાહુલભાઈ જાની, મંત્રીઓ સુશીલભાઈ પાંભર, હષીતભાઈ ભાડજા, સહમંત્રીઓ દિપકભાઈ ગમઢા, યોગેશભાઈ ચોટલીયા, નીધિ સમિતિના ઈન્‍ચાર્જો વનરાજભાઈ ગેરૈયા, મનોજભાઈ ડોડીયા, આલાપભાઈ બારાઈ, વિ.હિ.પ. કાર્યાલયના નાનજીભાઈ સાખ, હર્ષભાઈ વ્‍યાસ તથા પ્રેસ મીડીયા ઈન્‍ચાર્જ પારસભાઈ શેઠ વિગેરે એ શુભેચ્‍છાઓ પાઠવી છે. સાથે ભાગ લેનાર તમામ સ્‍પર્ધક, ગ્રુપ, સંસ્‍થા, મંડળ વિગેરેનો આભાર વ્‍યકત કર્યો છે.

 લત્તા સુશોધન સ્‍પર્ધાના વિજેતાઓ

લત્તા સુશોધન સ્‍પર્ધાના વિજેતાઓ

પ્રથમ     શકિત યુવા ગ્રુપ      શકિત સોસાયટી

પ્રથમ     આનંદનગર કયત એસોસીએશન આનંદનગર કોલોની

દ્વિતીય    બજરંગ ગ્રુપ - સણોસરા  સણોસરા

દ્વિતીય    જાગૃત હનુમાન મિત્ર મંડળ       રાજારામ સોસાયટી

દ્વિતીય    અયોઘ્‍યા ચોક મિત્ર મંડળ        ૧પ૦ ફુટ રીંગ રોડ

તૃતિય     નકલંક યુવા ગ્રુપ     ભોમેશ્‍વર રોડ

તૃતિય     બજરંગ મિત્ર મંડળ   જય પ્રકાશનગર

તૃતિય     એકતા મિત્ર મંડળ    ગંજીવાડા

પ્રોત્‍સાહક  રાધેશ્‍યામ ગ્રુપ       ભગવતીપરા

પ્રોત્‍સાહક  જય માતાજી ગ્રુપ    નકલંક ચોક

પ્રોત્‍સાહક  કનૈયા મિત્ર મંડળ    નવા થોરાળા

પ્રોત્‍સાહક  બંસીધર યુવા ગ્રુપ   સતાધાર ચોક, રાજકોટ

પ્રોત્‍સાહક  જંકશન પ્‍લોટ યુવક મંડળ        જંકશન પ્‍લોટ

પ્રોત્‍સાહક  શ્રી ક્રિષ્‍ના સોશ્‍યલ યુવા ગ્રુપ     ગાયત્રીનગર

પ્રોત્‍સાહક  શ્રી કૃષ્‍ણ ગોવાળીયા યુવક મંડળ એસ્‍ટ્રોન ચોક

પ્રોત્‍સાહક  રાધેશ્‍યામ ગૌશાળા   રૈયાધાર

પ્રોત્‍સાહક  શ્રી ખોડીયાર ગરબી મંડળ       ગંજીવાડા

પ્રોત્‍સાહક  કનૈયા ચોક મિત્ર મંડળ   રૈયા રોડ, કનૈયા ચોક

પ્રોત્‍સાહક  ક્રિષ્‍ના યુવા ગ્રુપ      ભગવતીપરા

પ્રોત્‍સાહક  રાણીમાં રૂડીમાં ગ્રુપ  રૈયાધાર

પ્રોત્‍સાહક  દ્વારકેશ યુવા ગ્રુપ    સંતકબીર રોડ

ફલોટ ટુ-વ્‍હીલર

પ્રથમ     અરૂણભાઈ પરમાર (લાઈવ હનુમાનજી પાત્ર)

દ્વિતીય    જીયાંશ પાર્થભાઈ ડોબરીયા (કારનું માઈક્રો મોડલ)

ફલોટ થ્રી-વ્‍હીલર

પ્રથમ     નરેન્‍દ્રભાઈ ડોબરીયા લાઈવ દ્વારકાધીશ

દ્વિતીય    બોલબાલા ચેરીટેબલ ટ્રસ્‍ટ       સાંસ્‍કૃતિક ફલોટ

દ્વિતીય    રાધેશ્‍યામ ગૌશાળા   સાંસ્‍કૃતિક ફલોટ

તૃતિય     શ્‍યામ મહાદેવ ગ્રુપ   જીવંત કૃષ્‍ણ નું પાત્ર

ટ્રેકટર યાત્રા

પ્રથમ     બજરંગ મિત્ર મંડળ - લાઈવ રાધા, કૃષ્‍ણ, સુદામા

દ્વિતીય    ઉગતાપોરની મેલડી માં ગ્રુપ - લાઈવ ડ્રમ બીટસ

ફલોટ હેવી ટ્રક - આયસર - યાત્રા

પ્રથમ     સમર્પણ યંગ ગ્રુપ    લાઈવ પાત્ર, ગોવર્ધન પર્વત

દ્વિતીય    સરસ્‍વતિ શીશુ મંદિર વૈજ્ઞાનિક વિષયક ફલોટ

દ્વિતીય    સીતારામ મિત્ર મંડળ લાઈવ મહાદેવનું પાત્ર

તૃતિય     શ્રી સત્‍ય હનુમાન ગ્રુપ    લાઈવ પાત્ર

તૃતિય     ગાયત્રી પરિવાર     લાઈવ હવન

પ્રોત્‍સાહન  નેપાળી જન જાગૃતિ સમાજ      મહાદેવની કૃતિ

પ્રોત્‍સાહન   ખોડલધામ     સણગારેલો રથ

(4:14 PM IST)