News of Friday, 30th August 2024
ભાજપમાં જોડાવ સદસ્યતા અભિયાનનો તા. ર થી પ્રારંભ
તા. ૩ અને ૪ સપ્ટેમ્બરના વોર્ડ પ્રમુખથી લઇ સાંસદ સુધીના તમામ હોદ્દેદારોએ ઓછામાં ઓછા ૧૦૦ સભ્યો બનાવવાના રહેશે : દરેક વોર્ડમાં સંયોજક-સહસંયોજકની નિમણુંક

રાજકોટ, તા. ૩૦ : ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે સદસ્યતા અભિયાન-ર૦ર૪ અંતર્ગત તા. રજી સપ્ટેમ્બરથી અભિયાનનો પ્રારંભ થશે.
તા. ર સપ્ટેમ્બરના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા તથા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને સદસ્ય બનાવી આ સદસ્યતા અભિયાનો પ્રારંભ કરશે. તા. ૩ અને ૪ સપ્ટેમ્બરના રોજ વોર્ડ પ્રમુખથી લઇ અને પ્રદેશ સુધીના હોદ્દેદારો તેમજ સરપંચથી લઇ સાંસદ સુધીના તમામ હોદ્દેદારોને મીનીમમ ૧૦૦ સભ્યો બનાવવા રહેશે. શકિતકેન્દ્ર દીઠ એક સદસ્યતા સહાયક તેમજ દરેક બૂથમાંથી મીનીમમ બે સભ્યોને સદસ્યતા અભિયાનમાં જોડવાના રહેશે.
આ સદસ્યતા અભિયાનના વોર્ડના સંયોજક સહસંયોજકની નિમણુંક આ મુજબ કરવામાં આવેલ હતી. જેમાં વોર્ડ નં. ૧ સંયોજક હિતેષભાઇ મારૂ, સહ સંયોજક જયરાજસિંહ જાડેજા, સહસંયોજક જલ્પાબેન દતાણી વોર્ડ નં. ર સંયોજક ધર્મેન્દ્રભાઇ મીરાણી, સહસંયોજક વિલાસગીરી ગોસ્વામી, સહસંયોજક રમાબેન હેરભા વોર્ડ નં. ૩ સંયોજક મનોજલાલ સહ સંયોજક મુકેશ પરમાર સહસંયોજક તુપ્તીબેન શુકલ વોર્ડ નં. ૪ સંયોજક અજયભાઇ લોખીલ સહ સંયોજક મુકેશભાઇ સોરઠીયા સહ સંયોજક વર્ષાબેન હળવદીયા વોર્ડ નં. પ સંયોજક સતીષભાઇ સતાપરા સહસંયોજક અનીલભાઇ પરમાર સહ સંયોજક બિન્દુબેન ડોડીયા વોર્ડ નં. ૬ સંયોજક પીન્ટુભાઇ રાઠોડ સહસંયોજક રાહુલભાઇ રાઠોડ સહ સંયોજક ઉષાબેન ચૌહાણ વોર્ડ નં. ૭ સંયોજક રમેશભાઇ પંડયા સહ સંયોજક નિકુંજભાઇ વૈદ્ય સહ સંયોજક રંજનબેન જેઠવા વોર્ડ નં. ૮ સંયોજક ધ્યેયભાઇ દોશી સહ સંયોજક પ્રણવ મહેતા સહ સંયોજક દેવાંગીબેન મેયડ વોર્ડ નં. ૯ સંયોજક હિરેનભાઇ સાપરીયા સહસંયોજક રાજેન્દ્રસિંહ હુડા સહ સંયોજક મીનુબેન ખૂંટી વોર્ડ નં. ૧૦ સંયોજક અશ્વિનભાઇ ભોરણીયા સહ સંયોજક અનીરૂધ્ધભાઇ મીયાત્રા સહ સંયોજક દક્ષાબેન પાઠક.
વોર્ડ નં. ૧૧ સંયોજક જગદીશભાઇ કપુરીયા સહ સંયોજક હિરેનભાઇ મુંગલપરા સહ સંયોજક હષાૃબેન કાલરીયા વોર્ડ નં. ૧ર સંયોજક રાજેન્દ્રસિંહ જાડેજા સહ સંયોજક ભાવેશ વઘાશીયા સહ સંયોજક, મેઘનાબેન હીપરા વોર્ડ નં. ૧૩ સંયોજક દિવ્યેશભાઇ પીપળીયા સહ સંયોજક સુખદેવસિંહ વાળા સહ સંયોજક કુસુમબેન ડોડીયા વોર્ડ નં. ૧૪ સંયોજક અમીત બાળેચા સહ સંયોજક નરેન્દ્રભાઇ કુબાવત સહ સંયોજક નિલમબેન ભટૃ વોર્ડ નં. ૧પ સંયોજક નિલેશભાઇ હેરભા સહ સંયોજક સોમાભાઇ ભાલીયા સહ સંયોજક જયાબેન સોલંકી વોર્ડ નં. ૧૬ સંયોજક નિશિથભાઇ પટેલ સહસંયોજક પિયુષભાઇ જલુ સહ સંયોજક દિપાલીબેન પરમાર વોર્ડ નં. ૧૭ સંયોજક હાર્દિકભાઇ બેનાણી સહ સંયોજક પાર્થિવભાઇ સોલંકી સહસંયોજક નિર્મળોબેન અગ્રાવત વોર્ડ નં. ૧૮ સંયોજક મહેન્દ્રભાઇ વાછાણી સહ સંયોજક યોગેન્દ્રસિંહ રાણા સહ સંયોજક છાયાબેન કવૈયાને વોર્ડમાં જવાબદારી સોંપવામાં આવેલ હોવાનુ઼ કાર્યાલય મંત્રી હરેશ જોષીની યાદીમાં જણાવાયુ઼ છે.
(3:53 PM IST)










