તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th August 2024
પૂ. રણછોડદાસજી બાપુના આશ્રમે સોમવારે હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ : પૂર્વ દિને ભસ્મ આરતી
ઉજજૈનમાં થયેલ ૧૧,૨૫,૦૦૦ બીલીપત્ર અનુષ્ઠાન ગુરૂદેવને અર્પણ કરાશે : શ્રાવણ માસ નિમિતે ચાલી રહેલ સુંદરકાંડ પાઠની પણ પૂર્ણાહુતિ સાથે બહ્મભોજન-વષાદાનનું આયોજન : પેટીશ-જાંબુનો પ્રસાદ પીરસાશે

રાજકોટ તા. ૩૦ : સદ્દગુરૂ સદ્દન ટ્રસ્ટ સંચાલિત પૂ. રણછોડદાસજીબાપુ આશ્રમ દ્વારા દેશના લોકોની સુખાકારી તથા ભારત વિશ્વગુરૂ બને તે નિમિતે વિવિધ અનુષ્ઠાનો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ૧૧૨૫૦૦૦ બીલીપત્ર સાથેનું ઉજજૈન મહાકાલેશ્વર મહાદેવનું અનુષ્ઠાન કરવામાં આવેલ. તા. ૨ સપ્ટેમ્બરના સોમવારે હોમાત્મક યજ્ઞ સાથે તેની પૂર્ણાહુતી કરાશે. આખો શ્રાવણ માસ સુંદરકાંડના પાઠ કરાયા હતા.
અનુષ્ઠાન પૂર્ણાહુતિ તથા શ્રાવણ માસ અમાસ નિમિતે ૫૦૦ બ્રાહ્મણોને ભોજન દક્ષિણા તથા વષાદાન કરવામાં આવશે. ઉજજૈન મહાકાલેશ્વર મહાદેવની ભસ્મ આરતી આશ્રમનાં પ્રાંગણમાં તા. ૧ ના રવિવારે આશ્રમમાં સ્થાપિત મહાકાલેશ્વર મહાદેવના સાનિધ્યમાં કરવામાં આવશે. સર્વે ધર્મપ્રેમીજનોએ દર્શનનો લાભ લેવા જાહેર અનુરોધ કરાયો છે. પૂર્ણાહુતિ તા. ૨ ના સોમવારે થશે. સવારે ૩.૩૦ થી પ.૩૦ રૂદ્રાભિષેક પુજન, સવારે ૬.૩૦ થી ૧૦.૩૦ હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ અને બ્રહ્મભોજન બપોરે ૧૧.૩૦ કલાકે કરાવાશે. બીલીપત્ર અનુષ્ઠાન પૂ. સદ્દગુરૂ ભગવાનને સાંજે ૬.૩૦ વાગ્યે અર્પણ કરી પૂર્ણાહુતિ કરાશે. તેમ સદ્દગુરૂ સદ્દન ટ્રસ્ટની યાદીમાં જણાવાયુ છે.
(3:53 PM IST)










