<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

મનપાની ફુડ શાખાના દરોડામાં હોસ્‍પિટલની કેન્‍ટીનમાંથી ૩૦ કિલો અખાદ્ય જથ્‍થો ઝડપાયો : નાશ

જુના માર્કેટીંગ યાર્ડના માધવ ટ્રેડીંગમાંથી લીધેલ તુલસી ધાણાજીરૂ પાવડરનો નમુનો નાપાસ : સત્‍યસાંઇ મેઇન રોડના ૪૧ ખાણીપીણીના ધંધાર્થીને ત્‍યાં ચેકીંગ : ચેવડો, પેંડા સહિતના ૪ નમુનાઓ લેવાયા

રાજકોટઃ તા.૩૦ : મનપાની ફુડ શાખા  દ્વારા વિવિધ ખાદ્ય પદાર્થ ઉત્‍પાદકો તથા વેચાણ કતાઓને ત્‍યાં ચકાસણી કરવામાં આવી રહી છે. જ અંતર્ગત માધવ ટ્રેડીંગ, જુના માર્કેટીંગ યાર્ડ ખાતેથી લેવાયેલ ધાણાજીરૂ નો નમુનો નાપાસ જાહેર થતા આગળની કાર્યવાહી કરાશે. ઉપરાંત એક  હોસ્‍પિટલની કેન્‍ટીગ માંથી ૩૦ કિલો અખાદ્ય જથ્‍થાનો નાશ કરાયેલ.ઉપરાંત યુનિ.રોડ વિસ્‍તારના ૨૨ ખાણી-પીણીના ધંધાર્થીઓને લાઇસન્‍સ અંગે સુચના આપી ૪ નમુના લેવામાં આવ્‍યા હતા.         

 મનપાની સત્તાવાર  યાદી મુજબ  ફૂડ વિભાગ દ્વારા માધવ ટ્રેડિંગ, જૂના માર્કેટિંગ યાર્ડ ડી-૨૮, આર.ટી.ઓ. બાજુમાં, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ તુલસી ધાણાજીરું પાઉડર (૨૦૦ ગ્રામ પેક્‍ડ) નો નમૂનો તપાસ બાદ પુથ્‍થકરણ રિપોર્ટમાં હાજર pesticides (chlorpyrifos) ની માત્રા ધારાધોરણ કરતાં વધુ મળી આવતા નમૂનો અનસેફ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે પ્રોસિકયુકશન કાર્યવાહી કરવામાં આવશે.

      સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન  ૧૫૦ ફૂટ રિંગ રોડ, એક  હોસ્‍પીટલની કેન્‍ટીનમાં તપાસ કરતા  કિચનમાં સંગ્રહ કરેલ ઘઉંનો લોટ બાજરનો લોટ ચણાદાળમાં જીવાત/ ઘનેડા જોવા મળેલ તેમજ સ્‍થળ પર સંગ્રહ કરેલ પ્રિપેર્ડ- ફૂડ વાસી તથા અનહાઈજેનિક રીતે રાખેલ જોવા મળતા કુલ મળીને - ૩૦ કિ.ગ્રા. અખાદ્ય જથ્‍થો સ્‍થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને યોગ્‍ય સ્‍ટોરેજ કરવા, હાઈજેનિક કન્‍ડિશન જાળવવા તથા લાઇસન્‍સ બાબતે  નોટીસ આપવામાં આવેલ.

    ફૂડ વિભાગની ટીમ તથા જ્‍લ્‍ષ્‍ વાન સાથે સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન શહેરના સત્‍યસાંઈ મેઇન રોડ તથા યુનિવર્સિટી રોડ કેન્‍સર હોસ્‍પિટલ બાજુના વિસ્‍તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૪૧ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૨૨ ધંધાર્થિઓને લાઇસન્‍સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્‍યચીજોના કુલ ૪૦ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરવામાં આવેલ.

જેમાં પટેલ ગોલા ્રૂ આઇસ્‍ક્રીમ - (૨)ચામુંડા ફરસાણ -લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના (૩)ૐ સુરતી ખમણ  (૪) રાજ વૈભવ આઇસ્‍ક્રીમ - (૫) જય ખોડિયાર ડાઈનિંગ હોલ  ( ૬) તોહર્સ આઇસ્‍ક્રીમ પાર્લર - (૭)લક્ષ્મી નાસ્‍તા ગળહ  (૮)દિલ્લીવાલે છોલેભટુરે   (૯) રાજુભાઇ આલુપુરીવાળા -  (૧૦)બોમ્‍બે ગાર્લિક બ્રેડ (૧૧)ક્રિષ્‍ના દાળ પકવાન -  (૧૨) જય દ્વારકાધીશ હોટલ - (૧૩)ઓકે રેસ્‍ટોરેન્‍ટ - (૧૪)રાધે નાસ્‍તા હાઉસ   (૧૫)બાપનો બગીચો રેસ્‍ટોરેન્‍ટ  (૧૬) જલારામ ગાંઠિયા -(૧૭) રજનીકાન્‍ત મદ્રાસ કાફે (૧૮)યશ ફૂડ ઝોન  (૧૯) યશ ભૂંગળા બટેટા   (૨૦)માં પાર્વતી ચાઇનીઝ પંજાબી   (૨૧)ક્રિષ્‍ના તોક્‍સ   (૨૨)બાલાજી ઢોસાને લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

૪ નમુના લેવાયા

       ફુડ સેફટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ હેઠળ ે કુલ ૦૪ નમૂના લેવામાં આવેલ                                                                                                    

જેમાં   રાજગરાનો ચેવડો (લુઝ): સ્‍થળ- ન્‍યુ ભારત સ્‍વીટ માર્ટ, પ્રજાપતિ નગર, ભારતીય સ્‍કૂલ સામે, પેડક રોડ,    કેશર પેંડા (લુઝ):   જૈન સ્‍વીટ નમકીન ્રૂ તોક્‍સ, કિડવાઈનગર મેઇન રોડ, સદગુરુ પાર્ક, નાગરિક બેંકવાળી શેરી, ૧૫૦ ફૂટ રિંગ રોડ, રાજકોટ. (૩)   ફરાળી ચેવડો (લુઝ):  મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળા, શ્રી સદગુરુ આશ્રમ સામે, કુવાડવા રોડ,

(૪)   નાયલોન ચેવડો (લુઝ): સ્‍થળ- મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળા, શ્રી સદગુરુ આશ્રમ સામે, કુવાડવા રોડ, ખાતે નમુના લેવામાં આવ્‍યા હતાં.

(5:05 PM IST)