News of Friday, 30th August 2024
બાપુના બાવલા નજીક હોટેલના રૂમમાં વિનોદભાઇએ ઝેર પીધું: ઇશ્વર ઓપ્શન આપે તો બીજો જન્મસ્ત્રીલીંગમાં લેવાની ઇચ્છા!
ગોંડલ રોડના વૃધ્ધાશ્રમમાં રહેતાં એક સમયના ફેશન ડિઝાઇનર પ્રોઢે ગઇકાલે હોટલમાં રૂમ રાખ્યો હતો : વિદેશ રહેતાં દિકરાને ઉદ્દેશીને લાગણીસભર વાતો લખીઃ એકલવાયા જીવનથી કંટાળી ગયાની શક્યતા

રાજકોટ તા. ૩૦: શહેરના ગોંડલ રોડ પર આવેલા રમણીક કુંવરબા વૃધ્ધાશ્રમમાં રહેતાં અને અગાઉ ફેશન ડિઝાઇનર તરીકે કામ કરતાં વિનોદભાઇ ખીમજીભાઇ ભાડેશીયા (ઉ.વ.૫૫) નામના પ્રોૈઢે સવારે બાપુના બાવલા નજીક શિવાંગ ગેસ્ટ હાઉસના રૂમમાં જંતુ મારવાની દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. તેમણે સ્યુસાઇડ નોટમાં પોતાના દિકરાને ઉદ્દેશીને ઘણુ લખ્યું છે. તેમજ એવું પણ લખ્યું છે કે જો મને પરમશક્તિ (ઇશ્વર) મનુષ્ય જન્મ લેવામાં ઓપ્શન આપે તો હુંસ્ત્રીલીંગમાં જન્મ લેવાની ઇચ્છા રાખીશ.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, કેતનભાઇ, ભાવેશભાઇ, કાનાભાઇ, બળુભા, ધર્મેન્દ્રભાઇ, તોૈફિકભાઇએ એ-ડિવીઝનને કરી હતી. વિનોદભાઇ છેલ્લા ઘણા વર્ષોથી ઘર પરિવારથી અલગ એકલવાયુ જીવન જીવે છે. તેનો એક દિકરો વિદેશ રહે છે. પત્નિ અને ભાઇ સાથે ખાસ રિલેશન નથી. વિનોદભાઇએ એકલાવાયા જીવનથી કંટાળીને જંતુનાશક દવા પીધાની શક્યતા પોલીસને જણાઇ હતી.
તેમણે એક વિસ્તૃત ચિઠ્ઠી લખી છે તેમાં લખ્યું છે કે અત્યારે જે જગ્યાએ સ્યુસાઇડ કરવું છે તે હોટેલના રૂમમાં પહોંચી ગયો છું, પરમશક્તિ (ઇશ્વર) હવે કદાચ મને મનુષ્ય જન્મ આપે તો હું પુરૂષ તરીકે એટલે કે પુલીંગમાં જન્મ લેવા નથી માંગતો, પણ પરમશકિત મારા કર્મોને આધારે ચોઇસ આપે તો....કારણ કે હું આ જન્મમાં એક પિતા તરીકે સારો સાબિત ન થઇ શક્યો. બેટા તારા કહેવા પ્રમાણે મેં તારા માટે કંઇ કર્યુ નથી. પણ બેટા તું વિચારજે કે તારા જન્મ પછી તે બહારનું પહેલુ દૂધ કોની મહેનતનું પીધુ હતું? તે પહેલા અનાજનો કોળીયો કોની મહેનતનો ખાધો હતો? પરમશક્તિ જો મને ઓપ્શન આપે કેસ્ત્રીલીંગ કે પુલીંગ? તો હુંસ્ત્રીલીંગના જન્મની ઇચ્છા રાખીશ. કારણ કે જન્મમાં મેં જોયુ છે તે રીતે કહુ છું કેસ્ત્રીલીંગમાં જન્મ મળવાથી પ્રેમ, લાગણી, હુફ, દિકરા, દિકરીનો પ્રેમ તો જરૂર મળે છે.
તેમણે ચિઠ્ઠીમાં આગળ લખ્યું છે કે મારી સ્યુસાઇડ નોટમાં બધા જ જવાબ લખ્યા છે એટલે પોલીસ પ્રસાશનને વિનંતી કે કોઇને પરેશાન ના કરે. આ મેં ખુદ મારી ઇચ્છો લીધેલુ પગલુ છે. હોટલમાં ઉતર્યો છે એ સ્ટાફ અથવા મેનેજરનો કોઇ વાંક વનથી. મેં ઘણી વિનંતી કરી પછી મને રૂમ આપ્યો છે, મહેરબાની કરી તેને હેરાન કરશો નહિ. મારો મોબાઇલ ફોન મારા રૂમમાં છે તે નાના ભાઇને સોંપી દેવો. મારા મોબાઇલ અને ટેબલેટમાં ઇન્ટરનેટ છે તેની બીજા ચાર વ્યક્તિને જાણ કરી છે, જેથી ફોન બને તેટલી વહેલી તકે મારા ભાઇને સોંપી દેવો.
હું હાલમાં રમણીકકુંવરબા વૃધ્ધાશ્રમમમાં રહુ છું, જે ગોંડલ રોડ બોમ્બે હોટેલ પાસે છે. ત્યાં રૂમમાં કબાટના લોકરમાં લોક નથી, તેમાં મેં સ્યુસાઇડ નોટ રાખી છે. મારા સ્યુસાઇડ પછી પહેલો ફોન વૃધ્ધાશ્રમના પ્રમુખને કરવો. અથવા ગૃહમાતાને જાણ કરવી.
વિનોદભાઇ ભાડેશીયાએ વધુમાં લખ્યું છે કે બેટા હું ખુબ જ થાકી ગયો છું, તારી યાદ આવતી હતી એટલે લખાઇ ગયું. મારા મોત પછી મારે કદાચ જરૂર નહિ પડે, તું ઇન્ડિયા કે બહાર ક્યાંય પણ હોઇશ પલ પલ તને મારી હાજરીનો અહેસાસ થશે, પણ બેટા તારુ સારુ કરવા માટે નુકસાન માટે નહિ. તે મારા મેસેજનો એકવાર પણ નાનો આન્સર આપી દીધો હોત તો કદાચ હું? ....તારો બાપ, તારા પપ્પા જે હમેંશા મોૈન રહીને તારી સાથે. લી. વી. કે. ભાડેશીયા. આ ચિઠ્ઠી કબ્જે લઇ પોલીસે વધુ તપાસ યથાવત રાખી છે.
(3:56 PM IST)










