<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

સર્વોતમ સેવા સંસ્થાનું સર્વોતમ કાર્યઃ અસરગ્રસ્તોને ફૂડ પેકેટનુ઼ વિતરણ

રાજકોટઃ   શહેરમાં અંબાજી કડવા પ્લોટમાં આવેલી સર્વોત્તમ હવેલી ખાતે બિરાજમાન ગોસ્વામી માન ગોપેશકુમારજી મહારાજ અને તેમના આત્મજ યુવા વૈષ્ણવાચાર્ય ગોસ્વામી માન પરાગકુમારજી મહોદયની રણાથી સર્વોત્તમ સેવા સંસ્થાન ધાર્મિક કાર્યોની સાથેસાથે સામાજિક કાર્યો કરવામાં પણ અગ્રેસર છે. હાલમાં વરસાદની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નીચાણવાળા વિસ્તારો અને અંતરિયાળ વિસ્તારોના રહેવાસીઓને ભોજનની સહાય કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે સંસ્થા સાથે જોડાયેલા વૈષ્ણવો સતત ત્રણ દિવસથી વરસતા વરસાદમાં પણ કાર્યરત છે.

 

(4:40 PM IST)