News of Friday, 30th August 2024
રાજકોટમાં જાહેરમાં ગંદકી કરવા બદલ ન્યુ શુભમ ડીલકસ પાન, રવેચી ટી સ્ટોલ, શક્તિ ટી સ્ટોલ, મોંમાઈ હોટેલ, ન્યુ રાધે ડીલકસ પાન સીલ
સંચાલકોને જાહેરમાં ગંદકી ન કરવા તેમજ સ્વચ્છતા જાળવવા અવાર-નવાર સુચના આપવામાં આવેલ

રાજકોટ શહેરમાં કૃષ્ણ નગર મૈઇન રોડ પાસે, ન્યુ શુભમ ડીલકસ પાન, રવેચી ટી સ્ટોલ, શક્તિ ટી સ્ટોલ, મોંમાઈ હોટેલ,ન્યુ રાધે ડીલકસ પાન દ્વારા જાહેરમાં સ્વચ્છતા જાળવતા ન હોવાથી અને ગંદકી સબબ ન્યુસંન્સ ફેલાવતા હોવાથી જાહેર આરોગ્યને નુકસાન કરે તે રીતે જાહેર ગંદકી તેમજ કચરો કરવામાં આવતો હોય, આ બાબતે નોટીસ આપી, વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવેલ.
આ ઉપરાંત આ શોપના સંચાલકોને જાહેરમાં ગંદકી ન કરવા તેમજ સ્વચ્છતા જાળવવા અવાર-નવાર સુચના આપવામાં આવેલ. તેમ છતાં જાહેર સ્વચ્છતા ન જળવતા તા.૩૦ /૦૮ /૨૦૨૪ના રોજ સ્થળ તપાસ કરતાં શોપની આસપાસ ખુબજ ગંદકી તેમજ કચરો જોવા મળેલ હતો. જેથી તા.૩૦ /૦૮ /૨૦૨૪ ના રોજ સાંજે , ન્યુ શુભમ ડીલકસ પાન, રવેચી ટી સ્ટોલ, શક્તિ ટી સ્ટોલ, મોંમાઈ હોટેલ,ન્યુ રાધે ડીલકસ પાન, સંચાલકોને નોટીસ આપીને ધી જી. પી. એમ. સી. એક્ટ – ૧૯૪૯ની કલમ – ૩૭૬ “એ” હેઠળ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ.છે
(10:10 PM IST)










