<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

સમસ્‍ત રાવળદેવ સમાજ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ભારે વરસાદ દરમિયાન પ્રસંશનીય સેવા કાર્ય

પૂ. રતનદાસ બાપુની તિથીની અનોખી સેવાકીય ઉજવણીઃ પોલિસ ઓફિસર શ્રી બારોટ, શ્રી સરવૈયા, શ્રી ઝંકાત અને સ્‍ટાફની અનન્‍ય સેવાઃટ્રસ્‍ટે આભાર માન્‍યો

રાજકોટઃ સમસ્‍ત રાવળ દેવ સમાજના સંત એવા શ્રી રતનદાસબાપુની તિથિ પ્રસાદ ભોજન દરમિયાન રાજકોટમાં ભારે વરસાદનું વાતાવરણ અને હવામાન વિભાગની તાકિદના પગલે તમામ કાર્યક્રમો રદ્દ કરવાની ફરજ પડેલ હતી, આ પછી સમસ્‍ત રાવળ સમાજ ચેરીટેબલ ટ્રસ્‍ટ, રાજકોટની ટીમ દ્વારા અનુકરણીય સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવેલ. રાજકોટમાં વરસાદના લીધે જે પરિવારો આ પૂરગ્રસ્‍ત પરિસ્‍થિતિનો ભોગ બનેલ તેમજ ઘર-વિહોણા થયેલા, આવા વિસ્‍તારોમાં જેમ કે રામનાથપરા, ભવાનીનગર, જંગલેશ્‍વર, કીટીપરા જેવા વિસ્‍તારોમાં આશરે ૧પ૦૦ થી વધારે લોકોને સંત શ્રી રતનદાસ બાપુ તિથિના દિવસે પ્રસાદ ભોજનની વ્‍યવસ્‍થા પુરી પાડેલ હોવાનું ટ્રસ્‍ટની યાદીમાં જણાવાયેલ છે.

આ તકે રાજકોટ શહેર પોલીસ તંત્ર દ્વારા અસરગ્રસ્‍ત પરિવારો સુધી પહોંચવામાં મદદરૂપ થવામાં રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્‍ટેશનના પી.આઇ. શ્રી બારોટ, ભકિતનગર પોલીસ સ્‍ટેશનના પીઆઇ શ્રી સરવૈયા, પ્રદ્યુમનનગર પોલીસ સ્‍ટેશનના પીઆઇ શ્રી ઝંકાત ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.

સમસ્‍ત રાવળ સમાજ ચેરીટેબલ ટ્રસ્‍ટ, રાજકોટના સર્વશ્રી પ્રમુખ-ગોપાલભાઇ બોરાણા (મો. ૯૭ર૬૦ ૦૦૦૪૪), રાજુભાઇ બોરાણા, મહેશભાઇ ગોહેલ, કમલેશભાઇ મચ્‍છોયા, રાજેન્‍દ્રભાઇ સોઢા, સુનિલભાઇ પેથાણી, દિવ્‍યેશભાઇ ભોજક, નરેશભાઇ મેર, લખમણભાઇ પરમાર, ધર્મેશભાઇ સોઢા, નીરવભાઇ વાણીયા, મેહુલભાઇ ગોહેલ, મનુભાઇ ગોહેલ, હરીશભાઇ જોગેલા, દિપકભાઇ બોડા, નિલેશભાઇ બોડા, મૂકેશભાઇ ભોજક, ખીમજીભાઇ સોઢા, અમુભાઇ સોઢા, ભરતભાઇ બોડા, અંકિતભાઇ ગોહેલ, હિતેનભાઇ કેશુર, રાકેશભાઇ વાળા, મનસુખભાઇ મિયાત્રા, અરવિંદભાઇ મુંજારીયા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:48 AM IST)