તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st August 2024
હે પિતૃદેવ કૃપા વરસાવજો : મહિલાઓ દ્વારા આજથી પાણી રેડવાનો પ્રારંભ : સોમવારે ભાદરવી અમાસે પુરૂષો પાણી રેડી પિતૃઓને તૃપ્ત

રાજકોટ : પિતૃઓને પાણી રેડવાના દિવસોનો આજથી પ્રારંભ થયો છે. આખો શ્રાવણ માસ શિવજીની ભક્તિ કર્યા બાદ હવે શ્રાવણના વિરામ સમયે પિતૃતર્પણ કરીને ભાવિકો ધન્યતા અનુભવશે. અમાસ નિમિતે પિતૃ દેવને પાણી અર્પણ કરવાની પ્રથા આપણે ત્યાં પ્રચલિત છે. અમાસ પૂર્વેના પહેલા બે દિવસ મહીલાઓ પીપળે પાણી રેડવા જાય છે. જયારે પુરૂષો અમાસના એક દિવસે પાણી રેડી પિતૃ તર્પણ કરે છે. બહેનો માટે આજથી પિતૃ તર્પણના દિવસો શરૂ થતા જ પીપળો, વડલો, ધ્રોખડ, તુલસી જેવા પવિત્ર વૃક્ષોને પાણી રેડી પિતૃ તર્પણ કરાયુ તે સમયની તસ્વીરો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(12:12 PM IST)










