<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

મેંગો માર્કેટની કરોડોની જગ્‍યા સંબંધે થયેલ ફરિયાદમાં મુળ માલીકની ધરપકડ સામે ગુજરાત હાઇકોર્ટનો મનાઇ હુકમ

પોલીસની શંકાસ્‍પદ ભૂમિકાના પગલે હાઇકોર્ટના કડક વલણ બાદ તપાસનીશ અધિકારી કે.ડી.મારૂની બદલીઃ મારૂને નોન એકઝીકયુટીવ પોસ્‍ટ ઉપર મુકવા આદેશઃ હાઇકોર્ટના આદેશથી પોલીસ બેડામાં ભારે ચકચાર

રાજકોટ,તા. ૩૧: કુવાડવા રોડ ઉપર આવેલ મેંગો માર્કેટ પાછળની સીવીલ તકરાર ચાલુ હોવા છતાં લુંટ ની કલમો લગાડી ગંભીર ગુનાની ફરીયાદ લીધેલ હોય અને જે કામમાં જમીન માલીક દીલીપભાઈ કરશનભાઈ મકવાણાનાઓ એ ગુજરાત હાઈકોર્ટમાં કોશીંગ પીટીશન દાખલ કરેલ અને જે કામમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા અરજદારની ધરપકડ સામે સ્‍ટે આપેલ છે અને સાથોસાથ પોલીસ અધીકારીઓની આ જમીનની મેટરમાં બી ડીવીઝન પોલીસ સ્‍ટેશનની ભુમીકા શંકાસ્‍પદ જણાતા તાત્‍કાલીક અધીકારીને સસ્‍પેન્‍ડ કરવાનો આગ્રહ રાખતા તાત્‍કાલીક અસરથી તપાસનીશ અધીકારી શ્રી કે.ડી. મારૂની આ કેસમાંથી બદલી કરી નોન એકઝીકયુટીવ પોસ્‍ટ ઉપર મુકવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામે મનસુખભાઈ શીવાભાઈ તલસાણીયાનાઓ એ તા. ૨૪/૭:૨૪ ના રોજ મેંગો માર્કેટ પાસે આવેલ રેવન્‍યુ સર્વે નં. ૩૭, ૧ અને ૨ ની જમીન ઉપર સી.સી ટીવી કેમેરા રાખેલ તે કેમેરા રાત્રીના ૧૧.૩૦ વાગ્‍યે મયુરભાઈ રૂપારેલીયા તથા અન્‍ય બે અજાણ્‍યા માણસોએ લુંટ કરેલ હોવાની ફરીયાદ તા. ૭/૮:૨૪ ના રોજ આપેલ હતી.

ઉપરોકત ફરીયાદના અનુસંધાને બી ડીવીઝન પોલીસે આરોપી મયુર રૂપારેલીયા નથા જયદીપ ચૌહાણ ની ધરપકડ કરેલ અને તપાસમાં કાવત્રા માં ૪મીન માલીક દીલીપભાઈ મકવાણા, કમલેશ રામાણી, ભુપત ભરવાડ તથા અન્‍ય ના નામ ખોલાવેલા.

ઉપરોકત કામમાં જમીન માલીક દીલીપભાઈ મકવાણા એ પોલીસ ક્રમી‘રશ્રીને આ ફરીયાદ થયેલ તે પહેલા ઉપરોકત ફરીયાદી તથા તેના ભાગીદારો સામે ફરીયાદ આપેલી જે ફરીયાદમાં કોઈ ગુનો દાખલ કરેલ નહી અને હાલની આ ખોટી ફરીયાદ લઇ અને જમીન નો હવાલો પોલીસ અધીકારીશ્રીએ રાખેલ હોવાની રજુઆતો કરેલ.

ત્‍યારબાદ જમીન માલીક દીલીપભાઈ મકવાણાનાઓએ ગુજરાત હાઈકોર્ટ માં ક્રિમી. પ્રોસી, કોડની કલમ ૪૮૨ હેઠળ કોશીંગ પીટીશન કરેલ અને તેમાં પોલીસ વીરૂધ્‍ધ ફરીયાદો તથા નીચેની અદાલતમાં રજુ કરેલ પુરશીસ તેમજ ફરીયાદી તથા જમીન માલીક વચ્‍ચે સીવીલ દાવો થયેલ છે અને જે મેટર અદાલતમાં પેન્‍ડીગ છે અને તેમાં સેટલમેન્‍ટ કરાવવા પોલીસે માત્ર ૧૮ હજાર રૂપીયાના કેમેરાની ફરીયાદ લઈ ફરીયાદી સાથે મળી જઈ કરોડોની જમીનનું રોટલમેન્‍ટનો હવાલો લઈ પોલીસે ભૂંડી ભૂમીકા ભજવેલ હોવાનું બહાર આવેલ હતું.

ઉપરોકત રજૂ થયેલ દસ્‍તાવેજો આરોપી તરફે થયેલ દલીલો, ફરીયાદી તરફે થયેલ દલીલો અને સરકારીલ વકીલશ્રી ને સાંભળી ગુજરાત હાઈકોર્ટે તપાસ કરનાર અધીકારીશ્રી કે.ડી. મારૂ ને અનેક પ્રશ્‍નો પુછેલા અને આમા પોલીસની કામગીરી સબંધે શંકાઓ ઉઠાવેલ અને અદાલત પોલીસની આ મેટરમાં શંકાસ્‍પદ ભુમીકા જણાતા તપાસનીશ અધીકારીશ્રી કે.ડી. મારૂ ને તાત્‍કાલીક અસરથી સસ્‍પેન્‍ડ કરવાનુ જણાવતા સરકારશ્રીએ અદાલતમાં એવી ખાતરી આપેલ કે, કે.ડી. મારૂને તાત્‍કાલીક અસરથી બદલી કરી નાખીશુ જેથી ગુજરાત હાઇકોર્ટ દ્વારા આવો હુકમ કરેલ છે અને અને આરોપીની ધરપકડ સામે મનાઈ હુકમ આપેલ છે અને વધુ સુનવણી તા. ૩/૯/૨૪ ના રોજ રાખેલ છે.

આ કામમાં આરોપી જમીન માલીક દીલીપભાઈ કરશનભાઈ મકવાણા વતી ગુજરાત હાઈકોર્ટમાં સીનીયર એડવોકેટશ્રી નીરૂપમભાઈ નાણાવટી, આશીષભાઈ ડગલી તથા રાજકોટના એડવોકેટ પીયુષ એમ. શાહ, અશ્વીન ગોસાઈ, નીવીદ પારેખ, નીતેશ કથીરીયા, જીતેન્‍દ્ર ધુળકોટીયા, વીજય પટગીર, હપીલ શાહ, ચીરાગ શાહ, તથા આસીસ્‍ટન્‍ટ તરીકે રવીરાજભાઈ વાળા રોકાયેલા હતા.

(12:15 PM IST)