તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st August 2024
રાજકોટ શહેર-જીલ્લામાં કેશડોલ્સ ચૂકવવા ૧ર૭૪ લોકોની યાદી કરાઇઃ ૪૯૮ લોકોને ૬૦ હજાર ચૂકવાયા
ઘર વખરી નુકશાનીનો આજથી સર્વે શરૂ કરાયોઃ કુલ ૧૧ર પશુના મોત માટે સહાય ચૂકવવાનું શરૂ

રાજકોટ તા. ૩૧ :. જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે જિલ્લા કલેક્ટર ના માર્ગદર્શનમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્રે ખડેપગે રહીને બચાવ તથા રાહતની કામગીરી અસરકારક રીતે કરી છે.
હવે વરસાદે વિરામ લીધો છે ત્યારે વરસાદના અસરગ્રસ્ત લોકોને કેશડોલ્સની ચૂકવણી પણ શરૂ કરી દેવામાં આવી છે.
વરસાદની સ્થિતિ તેમજ કામગીરીની સમીક્ષા માટે આજે જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા વહીવટી તંત્ર-ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્રની વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીએ તંત્ર દ્વારા સ્થળાંતરિત કરાયેલા તમામ અસરગ્રસ્તોને કેશડોલ્સ ચૂકવવા સૂચના આપી હતી.
રાજકોટ જિલ્લામાં કેશડોલ્સ ચૂકવવા અત્યાર સુધીમાં ૧૨૭૪ અસરગ્રસ્ત લોકોની યાદી તૈયાર કરાઈ છે. જેમાં રાજકોટ પૂર્વમાં ૬૮ વ્યક્તિ, રાજકોટ પヘમિમાં ૬૦, રાજકોટ દક્ષિણમાં ૬૪, રાજકોટ તાલુકામાં ૨૬, કોટડા સાંગાણીમાં ૧૭૭, લોધિકામાં ૧૦૭, ગોંડલ શહેરમાં ૫૬૧, જેતપુર શહેરમાં ૪૦, જસદણમાં ૧૫૧ મળીને ૧૨૭૪ લોકોનો સમાવેશ થાય છે. જેમાંથી લોધિકામાં આઠ અસરગ્રસ્તને સહાઈ ચૂકવાઈ ગઈ છે. જ્યારે અન્ય વિસ્તારોમાં પણ ચૂકવણી શરૂ કરી દેવામાં આવી છે.
રાજકોટ ડિઝાસ્ટર મામલતદાર કચેરી તરફથી મળેલી વિગતો મુજબ, રાજકોટ જિલ્લામાં છેલ્લા બે દિવસમાં ૪૯૮ લોકોને રૂ.૬૦,૨૦૦ની સહાય કેશડોલ્સ પેટે ચુકવવામાં આવી છે. વરસાદમાં નુકસાન પામેલી ઘરવખરીની સહાય માટે રાજકોટ શહેર અને જિલ્લાની કમિટી બની ગઈ છે અને ઘરવખરી નુકસાનીનો સર્વે આજથી શરૂ થશે. જિલ્લામાં હાલ કુલ ૧૧૨ પશુ મળત્યુ પામ્યા છે. જેની સહાય ચૂકવાશે. જેમાંથી એક પશુની સહાય પેટે ૩૭,૫૦૦ રૂપિયા ચૂકવી પણ દેવામાં આવ્યા છે.
(12:31 PM IST)










