<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

અલગ અલગ ટ્રેનમાં મુસાફરનો સ્‍વાંગ રચી મોબાઇલ ચોરતો રાધે ઉર્ફ રાણી પકડાયો

૬ મોબાઇલ ફોન કબ્‍જેઃ યુનિવર્સિટી પીઆઇ એમ. જી. વસાવા, સી. એચ. જાદવની ટીમની કામગીરીઃ અગાઉ પાંચ ગુનામાં સંડોવણી હેડકોન્‍સ. રઘુવીરસિંહ વાળા, મહિપાલસિંહ જાડેજા, કોન્‍સ. ગોપાલસિંહ જાડેજાની બાતમી

રાજકોટ તા. ૩૧: શહેરના નવા રેસકોર્ષ પાસે બીઆરટીએસ બસ સ્‍ટોપમાં પડયા પાથર્યા રહેતાં અને અલગ અલગ જગ્‍યાએ રખડતાં રહેતાં રાધે ઉર્ફ રાણી પંકજભાઇ પરમાર (ઉ.વ.૨૨) નામના શખ્‍સે યુનિવર્સિટી પોલીસે રૂા. ૪૬ હજારના ૬ ચોરાઉ મોબાઇલ ફોન સાથે પકડી લીધો છે. આ શખ્‍સ મુસાફરનો સ્‍વાંગ રચી અલગ અલગ ટ્રેનમાં ચડી જતો હતો અને બીજા મુસાફરોની નજર ચુકવી કે તેઓ સુતા હોય  ત્‍યારે મોબાઇલ ફોન ચોરી આગલા સ્‍ટેશને ઉતરી જતો હતો.

ટ્રેનમાંથી મોબાઇલ ફોન ચોરી કરી રાધે ઉર્ફ રાણી નામનો શખ્‍સ નવા રેસકોર્ષ નજીક બીઆરટીએસ બસ સ્‍ટેશન પાસે આવ્‍યો હોવાની ચોક્કસ બાતમી હેડકોન્‍સ. રઘુવીરસિંહ વાળા, મહિપાલસિંહ જાડેજા, કોન્‍સ. ગોપાલસિંહ જાડેજાને મળતાં તેને પકડી લેવાયો હતો. તેની પાસેથી વીવો, રેડમી, રીયલમી સહિતની કંપનીના ૬ મોબાઇલ મળ્‍યા હતાં. આકરી પુછતાછમાં તેણે અલગ અલગ ટ્રેનમાંથી આ ફોન ચોર્યાનું કબુલ્‍યું હતું.

પોલીસ સુત્રોએ જણાવ્‍યા મુજબ રાધે ઉર્ફ રાણી અગાઉ પણ યુનિવર્સિટી પોલીસના મારામારી, ધમકી, હત્‍યાની કોશિષ, દારૂના પાંચ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્‍યો છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધીકા ભારાઇની સુચના અનુસાર પીઆઇ એમ. જી. વસાવા, પીઆઇ સી. એચ. જાદવ, પીએસઆઇ બી.આર. ભરવાડ, એએસઆઇ સમીરભાઇ શેખ, હેડકોન્‍સ. મહિપાલસિંહ જાડેજા, રઘુવીરસિંહ વાળા, ક્રિપાલસિંહ ઝાલા, કોન્‍સ. વનરાજભાઇ લાવડીયા, ગોપાલસિંહ જાડેજા, દિવ્‍યરાજસિંહ જાડેજા અને મૈસુરભાઇ કુંભારવાડીયાએ આ કામગીરી કરી હતી

(2:32 PM IST)