News of Saturday, 31st August 2024
ગાર્ડન શાખા અનેક વિસ્તારમાં વૃક્ષોનો કાટમાળ

રાજકોટ : શહેરમાં તાજેતરના વરસાદથી અઢીસોથી વધુ વળક્ષો પડવાની ઘટના બની હતી. આજ સુધી ગાર્ડન, ફાયર, સોલીડ વેસ્ટનો સ્ટાફ પડેલા વળક્ષો ઉપાડવાના કામમાં લાગ્યા છે. પરંતુ ૧૮ વોર્ડમાં આટલો સ્ટાફ પહોંચી વળે તેમ ન હોય, કમિશનરે એએનસીડી વિભાગમાંથી વધુ ૧૦-૧૦ કર્મચારી ગાર્ડન શાખાને હવાલે કર્યા છે. ત્રણે ઝોનમાંથી ઉપડતા વળક્ષો શહેર બહાર પહોંચાડવામાં ખુબ સમય જતો હોય, ત્રણે ઝોનમાં એક-એક જગ્યા હાલ લાકડા ડમ્પ કરવા નકકી કરાઇ છે. ત્યાંથી બાદમાં એક સાથે કપાયેલા વળક્ષો ખસેડવામાં આવે છે પરંતુ શહેરના અનેક વિસ્તારમાં મંગળવાર, બુધવારે પવન અને ભારે પડેલ વરસાદના કારણે પડી ગયેલ વૃક્ષોનો કાટમાળ હજુ યથાવત જોવા મળી રહ્યો છે. (તસ્વીર : અશોક બગથરિયા)(
(3:12 PM IST)










