News of Saturday, 31st August 2024
વધુ ૫ દુકાનો જાહેરમાં ગંદકી કરતા ઝડપાઇ : સીલ
મનપા દ્વારા કૃષ્ણનગર મેઇન રોડ વિસ્તારમાં કાર્યવાહી : ન્યુ શુભમ ડીલકસ પાન, રવેચી ટી સ્ટોલ, શકિત ટી સ્ટોલ, મોમાઇ હોટલ તથા ન્યુ રાધે ડીલકસ પાનને તાળા મારતુ તંત્ર

રાજકોટ તા. ૩૧ : શહેરના કૃષ્ણનગર મેઇન રોડ વિસ્તારમાં જાહેરમાં ગંદકી કરવા બદલ ન્યુ શુભમ ડીલકસ પાન, રવેચી ટી સ્ટોલ, શક્તિ ટી સ્ટોલ, મોંમાઈ હોટેલ, ન્યુ રાધે ડીલકસ પાન સીલ કરવાની મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
જેમાં કળષ્ણ નગર મૈઇન રોડ પાસે, ન્યુ શુભમ ડીલકસ પાન, રવેચી ટી સ્ટોલ, શક્તિ ટી સ્ટોલ, મોંમાઈ હોટેલ,ન્યુ રાધે ડીલકસ પાન દ્વારા જાહેરમાં સ્વચ્છતા જાળવતા ન હોવાથી અને ગંદકી સબબ ન્યુસંન્સ ફેલાવતા હોવાથી જાહેર આરોગ્યને નુકસાન કરે તે રીતે જાહેર ગંદકી તેમજ કચરો કરવામાં આવતો હોય, આ બાબતે નોટીસ આપી, વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવેલ. આ ઉપરાંત આ શોપના સંચાલકોને જાહેરમાં ગંદકી ન કરવા તેમજ સ્વચ્છતા જાળવવા અવાર-નવાર સુચના આપવામાં આવેલ.
તેમ છતાં જાહેર સ્વચ્છતા ન જાળવતા સ્થળ તપાસ કરતાં શોપની આસપાસ ખુબજ ગંદકી તેમજ કચરો જોવા મળેલ હતો. જેથી ન્યુ શુભમ ડીલકસ પાન, રવેચી ટી સ્ટોલ, શક્તિ ટી સ્ટોલ, મોંમાઈ હોટેલ,ન્યુ રાધે ડીલકસ પાન, સંચાલકોને નોટીસ આપીને ધી જી. પી. એમ. સી. એક્ટ - ૧૯૪૯ની કલમ - ૩૭૬ ‘એ' હેઠળ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ હતી.
(3:25 PM IST)










