<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

શહેરના ખુલ્લા પ્‍લોટ-વોંકળાઓમાં ગંદકી બનશે ભૂતકાળઃ નવા ૧૦ ટીપર ટ્રક દોડશે

૪ કરોડના ખર્ચે ખરીદેલા ૧૪ કયુબીક મીટર ક્ષમતાના વાહનનું લોકાર્પણ

રાજકોટ, તા. ૩૧ : મહાનગરપાલિકા દ્વારા સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખાના ઉપયોગ માટે કેન્‍દ્ર સરકારશ્રીની ૧૫મું નાણાપંચની વર્ષ ૨૦૨૦-૨૧ની ગ્રાન્‍ટમાંથી રૂ.૩.૯૯ કરોડના ખર્ચે ૧૦ ટીપર ટ્રકની ખરીદી કરવામાં આવેલ જેને માનનીય મેયર નયનાબેન પેઢડીયાના  હસ્‍તે ફ્‌લેગ ઓફ કરી લોકાર્પણ કરવામાં આવેલ.

મહાનગરપાલિકા દ્વારા ખરીદ કરેલ ૧૪ કયુબીક મીટર ક્ષમતાના ૧૦ ટીપર ટ્રકથી જે.સી.બી. સાથે શહેરના ખુલ્લા પ્‍લોટ, વોકળા સફાઈ, કન્‍સ્‍ટ્રકશન અને ડીમોલીશન વેસ્‍ટના નિકાલ કરવાની કામગીરી વધુ સઘન બનશે.

 આ ટીપર ટ્રકને ઙ્કફ્‌લેગ ઓફઙ્ઘ કરી લોકાર્પણ પ્રસંગે વિધાનસભા-૬૯ના ડૉ. દર્શિતા શાહ, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા, સેનિટેશન સમિતિ ચેરમેન નીલેશભાઈ જલુ, એસ્‍ટેટ સમિતિ ચેરમેન મગનભાઈ સોરઠીયા, કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન કંકુબેન ઉધરેજા, શિશુ કલ્‍યાણ અને ખાસ ગ્રાન્‍ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળના ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા, ડ્રેનેજ સમિતિ ચેરમેન સુરેશભાઈ વસોયા, માધ્‍યમીક શિક્ષણ અને આનુસંગિક શિક્ષણ સમિતિ ચેરમેન રસીલાબેન સાકરિયા, બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, પૂર્વ મેયર ડૉ. પ્રદીપ ડવ, પૂર્વ ડેપ્‍યુટી મેયર કંચનબેન સિધ્‍ધપુરા, પૂર્વ શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, કોર્પોરેટર પરેશભાઈ આર. પીપળીયા, જીતુભાઈ કાટોડીયા, વિનુભાઈ સોરઠીયા, મંજુબેન કુંગશીયા, રુચીતાબેન જોષી, જયશ્રીબેન ચાવડા, દક્ષાબેન વાઘેલા, ભારતીબેન પરસાણા, સંજયસિંહ રાણા, નાયબ મ્‍યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ, પર્યાવરણ ઈજનેર નીલેશભાઈ પરમાર, નાયબ પર્યાવરણ ઈજનેરશ્રીઓ વલ્લભ જીંજળા, દિગ્‍વિજયસિંહ તુવર, પ્રજેશ સોલંકી, મેનેજર અને પી.એસ.ટુ મેયર વિપુલ ધોણીયા, મેનેજર અને પી.એસ.ટુ ચેરમેન હિમાંશુ મોલિયા, પી.એ.ટુ ડેપ્‍યુટી મેયર જયદીપ પરમાર, સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખાના અધિકારીઓ-કર્મચારીઓ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતાં.

(3:27 PM IST)