<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

મતલબથી બધાને નિસ્‍બત છે, અહીં કોણ ખરાને પૂછે છે ? શણગાર દેખાડી દીધા પછી કોણ ફૂલોની દશાને પૂછે છે ?

મનપામાં લોકાર્પણની ગણતરીની મીનીટોમાં કચેરીના પટાંગણમાં મોંઘા ફુલોનો કચ્‍ચરધાણ

રાજકોટ : શહેરના વિવિધ વિસ્‍તારના ખુલ્લા પ્‍લોટ, વોંકળા તથા કાટમાળની સઘન સફાઇ માટે મ્‍યુનિ. કોર્પોરેશનની સોલીડ વેસ્‍ટ શાખાના ઉપયોગ માટે ૪ કરોડના ખર્ચે ૧૦ ટીપર ટ્રક વસાવવામાં આવ્‍યા છે. આ ટ્રકનુંલોકાર્પણ આજે શાસક પક્ષના હોદેદારોના હાથે કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.  આ કાર્યક્રમના કારણે ટ્રકનો ફુલોથી શણગાર કરવામાં આવ્‍યો હતો. પરંતુ મતલબથી બધાને નિસ્‍બત છે, અહીં કોણ ખરાને પૂછે છે? શણગાર દેખાડી દીધા પછી કોણ ફુલોની દશાને પૂછે છે...' આ કાવ્‍ય પંકિત કેમ કે કચેરીના (પટાંગણમાં જ સાર્થક ગણી શકાય. લોકાર્પણમાં ગણતરીની મીનીટોમાં મોંઘા માયલા ફુલોનો શણગાર ઉડી રહ્યો હતો.

(3:28 PM IST)