તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st August 2024
શહેરમાં રોગચાળો અટકાવવા મનપા ઉંધામાથેઃ પ્રથમ દિ'એ ર હજાર ઘરોમાં ફોગીંગ

રાજકોટ : ચોમાસાની ઋતુ દરમ્યાન રાજકોટ શહેરમાં નોંઘપાત્ર વરસાદ થયેલ છે. સામાન્ય રીતે દર વર્ષે ચોમાસાની ઋતુ બાદ સપ્ટોમ્બર, ઓકટોમ્બર માસ દરમ્યાન મહત્મ ડેન્ગ્યુ સહિત વાહકજન્ય રોગના કેસો નોંઘાતા હોય છે. વરસાદ બાદ ૧૪ થી ર૦ દિવસ બાદ ડેન્ગ્યુ રોગનો ફેલાવો ચાલુ થાય છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ભારે વરસાદ બાદ રોગચાળો અટકાવવા આરોગ્ય શાખા દ્વારા સઘન ઝૂંબેશના ભાગ રૂપે ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ બાદ ગઇકાલે વરસાદ બંઘ રહેતા નદીકાંઠા તથા અન્ય સંવેદન વિસ્તારોમાં ૩૮ હેન્ડફોગ મશીન તથા ત્રણ વહિકલ માઉન્ટેડફોગીંગ મશીન દ્વારા પ૬૩ વર્કરની ર૮ર ટીમો, દ્વારા ર હજારની વધુ ઘરોમાં ફોગીંગ અને ઇન્ટ્રોડોમેસ્ટીક પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી.
(3:47 PM IST)










