<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

ગાંધીગ્રામ લક્ષ્મીજી પાર્કની કૃપાબા બાટીને અમદાવાદમાં પતિ, સહિતના સાસરીયાનો ત્રાસ

માતા-પિતા સાથે રહેતી પરિણીતાની મહિલા પોલીસમાં પતિ નિર્મળદાન બાટી, સાસુ નિરૂબા, સસરા વિનોદભાઇ અને નણંદ સ્‍વીટી સામે ફરીયાદ

રાજકોટ તા. ૩૧ :.. ગાંધીગ્રામ લક્ષ્મીજી પાર્કમાં માવતર સાથે રહેતી પરિણીતાને અમદાવાદમાં પતિ સાસુ, સસરા, અને નણંદ શારીરિક માનસીક ત્રાસ આપી મારકુટ કરી ફરીયાદ ન કરવા ધમકી આપતા પરિણીતાએ મહિલા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી વિગત મુજબ ગાંધીગ્રામ લક્ષ્મીજી પાર્કમાં માતા-પિતા સાથે રહેતા કૃપાબા નિર્મળદાન બાટી (ઉ.રપ) એ મહિલા પોલીસ મથકમાં અમદાવાદ વાડજમાં નંદનવન એપાર્ટમેન્‍ટમાં રહેતા પતિ નિર્મળદાન બાટી, સાસુ નિરૂબા બાટી, સસરા વિનોદભાઇ રામદાનભાઇ બાટી અને ઓસ્‍ટ્રેલીયા ખાતે રહેતી નણંદ સ્‍વીટી સામે ફરીયાદ નોંધાવી છે. કૃપાબાએ ફરીયાદમાં જણાવ્‍યું છે કે પોતાના તા. ૩૧-૧-ર૦૧૯ ના રોજ અમદાવાદના નિર્મળદાન બાટી સાથે લગ્ન થયા હતાં. લગ્નના બીજા દિવસે સસરાને એટેક આવતા તેને હોસ્‍પિટલમાં દાખલ કર્યા હતાં. જેથી પોતે રસોઇ બનાવી ટીફીન મોકલવાનું હોઇ જે બાબતે બીજા દિવસથી જ નણંદ પોતાની સાથે રસોઇ બનાવવા બાબતે અને ઘરકામ બાબતે ઝઘડો કરતા અને માતા-પિતા તથા સગા-સંબંધીઓ સાથે વાતચીત કરવા દેતા નહી. નણંદ અવારનવાર મેણાટોણા મારી શારીરિક માનસીક ત્રાસ આપતા હોઇ તેથી પોતે તેના વિરૂધ્‍ધ ફરીયાદ કરવાનું કહેતા પતિ, સાસુએ કહેલ કે તુ સ્‍વીટી વિરૂધ્‍ધ ફરીયાદ કરીશ તો તેને કાયમ માટે તારા મમ્‍મી-પપ્‍પાનાં ઘરે મોકલી દેવામાં આવશે તેમ ધમકી આપી હતી.

પતિ પોતાના પર શંકા કરી ઝઘડો કરી પતાને પટ્ટાથી મારમારતા પોતે આ ત્રાસથી કંટાળી પોતે ડાબા હાથની નસ કાપી આત્‍મહત્‍યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પોતે બેભાન થઇ જતા સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં ખસેડયા હતા. બાદ પોતાને રજા આપતા પોતે તેના માતા-પિતાના ઘરે આવ્‍યા બાદ પોતે મહિલા પોલીસમાં ફરીયાદ નોંધાવતા એ.એસ.આઇ. આર.એમ. સાવલીયાએ તપાસ હાથ ધરી છે. 

(4:26 PM IST)