<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

મેંગો માર્કેટ પાછળની જમીનની ફરીયાદ મામલે મુળ માલીકની ધરપકડ સામે હાઇકોર્ટનો મનાઇ હુકમ

પોલીસે આ બનાવમાં ભજવેલા ભાગ સંબંધે હાઇકોર્ટએ આકરૂ વલણ દાખવતાં તપાસનીશ અધીકારી પીએસઆઇ કે. ડી. મારૂની તાત્‍કાલીક અસરથી બદલી

રાજકોટ તા. ૩૧: કુવાડવા રોડ ઉપર આવેલ મેંગો માર્કેટ પાછળની સીવીલ તકરાર ચાલુ હોવા છતાં લૂંટની કલમો લગાડી ગંભીર ગુનાની ફરીયાદ લીધેલ હોઇ અને જે કામમાં જમીન માલીક દીલીપભાઈ કરશનભાઈ મકવાણાએ  ગુજરાત હાઈકોર્ટમાં કોશીંગ પીટીશન દાખલ કરેલ અને જે કામમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ દવારા અરજદારની ધરપકડ સામે સ્‍ટે આપેલ છે અને સાથોસાથ પોલીસ અધીકારીઓની આ જમીનની મેટરમાં પોલીસ સ્‍ટેશનની ભુમીકા શંકાસ્‍પદ જણાતા તાત્‍કાલીક અધીકારીને સસ્‍પેન્‍ડ કરવાનો આગ્રહ રાખતા તપાસનીશ અધીકારી પીએસઆઇ કે.ડી.મારૂની આ કેસમાંથી બદલી કરી નોન એક્‍ઝીક્‍યુટીવ પોસ્‍ટ પર મુકવાનો હુકમ ફરમાવેલ છે.

વિગત એવી છે કે મનસુખભાઈ શીવાભાઈ તલસાણીયાએ તા. ૨૪/૭/૨૪ના રોજ મેંગો માર્કેટ પાસે આવેલ રેવન્‍યુ સર્વે નં. ૩૭, ૧ અને ર ની જમીન ઉપર સીસીટવી કેમેરા રાખેલ તે કેમેરા રાત્રીના ૧૧.૩૦ વાગ્‍યે મયુરભાઈ રૂપારેલીયા તથા અન્‍ય બે અજાણ્‍યા માણસોએ લુંટ કરેલ હોવાની ફરીયાદ તા. ૭/૮/૨૪ ના રોજ આપેલ. ઉપરોકત ફરીયાદના અનુસંધાને બી ડીવીઝન પોલીસે આરોપી મયુર રૂપારેલીયા નથા જયદીપ ચૌહાણની ધરપકડ કરેલ અને તપાસમાં કાવત્રામાં જમીન માલીક દીલીપભાઈ મકવાણા, કમલેશ રામાણી, ભુપત ભરવાડ તથા અન્‍ય ના નામ ખોલાવ્‍યા હતાં.

ઉપરોકત કામમાં જમીનના માલીક દીલીપભાઈ મકવાણાએ પોલીસ કમીશનરશ્રીને આ ફરીયાદ થયેલ તે પહેલા ઉપરોકત ફરીયાદી તથા તેના ભાગીદારો સામે ફરીયાદ આપેલી જે ફરીયાદમાં કોઈ ગુનો દાખલ કરેલ નહી અને હાલની આ ખોટી ફરીયાદ લઈ અને જમીનનો હવાલો રાખેલ હોવાની રજુઆતો કરી હતી. ત્‍યારબાદ જમીન માલીક દીલીપભાઈ મકવાણાએ ગુજરાત હાઈકોર્ટ માં ક્રિમી. પ્રોસી. કોડની કલમ - ૪૮૨ હેઠળ કોશીંગ પીટીશન કરેલ અને તેમાં પોલીસ વિરૂધ્‍ધ ફરીયાદો તથા નીચેની અદાલતમાં રજુ કરેલ પુરશીસ તેમજ ફરીયાદી તથા જમીન માલીક વચ્‍ચે સીવીલ દાવો થયેલ છે અને જે મેટર અદાલતમાં પેન્‍ડીંગ છે અને તેમાં સેટલમેન્‍ટ કરાવવા પોલીસે માત્ર ૧૮ હજાર રૂપીયાના કેમેરાની ફરીયાદ લઈ ફરીયાદી સાથે મળી જઈ કરોડોની જમીનનું સેટલમેન્‍ટનો હવાલો લઈ પોલીસે ભુંડી ભુમીકા ભજવેલ છે. તેવી રજૂઆત કરી હતી.

ઉપરોકત રજૂ થયેલ દસ્‍તાવેજો આરોપી તરફે થયેલ દલીલો, ફરીયાદી તરફે થયેલ દલીલો અને સરકારી વકીલને સાંભળી ગુજરાત હાઈકોર્ટે તપાસ કરનાર અધીકારી પીએસઆઇ કે.ડી. મારૂને અનેક પ્રશ્નો પુછેલા અને આમા પોલીસની કામગીરી સબંધે શંકાઓ ઉઠાવેલ અને અદાલતને  આ મેટરમાં પોલીસની શંકાસ્‍પદ ભુમીકા જણાતા તપાસનીશ અધીકારી કે.ડી. મારૂ ને તાત્‍કાલીક અસરથી સસ્‍પેન્‍ડ કરવાનુ જણાવતા સરકારએ અદાલતમાં એવી ખાતરી આપેલ કે કે.ડી. મારૂને તાત્‍કાલીક અસરથી બદલી કરી નાખીશુ જેથી ગુજરાત હાઇકોર્ટ દ્વારા   learned Additional Public Prosecutor appearing for the respondent State upon instruction makes the statement that Investigating Officer shall be transferred to a non executive post during the course of day આવો હુકમ કરેલ છે અને અને આરોપીની ધરપકડ સામે મનાઈહુકમ આપેલ છે અને વધુ સુનાવણી તા. ૩/૯/૨૪ના રોજ રાખેલ છે.

 

આ કામમાં આરોપી જમીન માલીક દીલીપભાઈ કરશનભાઈ મકવાણા વતી ગુજરાત હાઈકોર્ટમાં સીનીયર એડવોકેટ નીરૂપમભાઈ નાણાવટી, આશીષભાઈ ડગલી તથા રાજકોટના એડવોકેટ પીયુષ એમ. શાહ, અશ્વીન ગોસાઈ, નીવીદ પારેખ, નીતેશ કથીરીયા, જીતેન્‍દ્ર ધુળકોટીયા, વીજય પટગીર, હર્ષીલ શાહ, ચીરાગ શાહ, તથા આસીસ્‍ટન્‍ટ તરીકે રવીરાજભાઈ વાળા રોકાયેલા હતા.

(4:04 PM IST)