તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st August 2024
રોટરી કલબ ઓફ રાજકોટ દ્વારા ૧૬મીએ (પ્રભા ફૂટ) કૃત્રીમ પગનો કેમ્પનું આયોજનઃ રજીસ્ટ્રેશન
આ કૃત્રીમ પગ વજનમાં ખૂબ હળવા હોય અને કોઇપણ કાર્ય સપોર્ટ વગર થઇ શકે છે

રાજકોટ તા. ૩૧: રોટરી કલબ ઓફ રાજકોટ અને અલંગ ઓટો એન્ડ જનરલ એન્જિ. કંપની લી. ભાવનગર દ્વારા સંયુકત રીતે પ્રોસ્થેટિક ફૂટ (પ્રભા ફૂટ)ના કેમ્પનું આયોજન આગામી તા. ૧૬ ઓકટોબરના રોજ કરવામાં આવનાર છે. પ્રભા ફૂટ એ એક કૃત્રિમ પગ છે. જેમના પગ કોઇપણ કારણથી ઘૂંટથી નીચે કે ઉપર કપાયેલા હોય તેમણે તેમના પગની સાઇઝ મુજબ બનાવી આપવામાં આવે છે. આ પગની વિશેષતા એ છે કે તે વજનમાં ખૂબજ હળવા હોય છે, સાથે આસાનીથી લગાવી શકાય છે તેમજ દૂર પણ કરી શકાય છે, પ્રભા ફૂટ લગાવ્યા પછી વ્યકિત સાયકલ ચલાવી, પલાંઠી વાળીને બેસવું, સીડી ચઢવી ઉતરવી જેવી દૈનિક ક્રિયાઓ આરામથી કોઇના પણ સપોર્ટ વગર કરી શકે છે.
પ્રભા ફૂટ લગાવવાનો તમામ ખર્ચ રોટરી કલબ ઓફ રાજકોટ દાતાઓના સહકારથી ઉઠાવવામાં આવનાર છે, કેમ્પનો લાભ લેવા રજીસ્ટ્રેશન માટે ૯૮રપ૦ ૭૮પ૪૮, ૯૮૭૮૩ ૪પ૬૩૯, ૯૭રપ૭ ૭૬૪પ૩ પૈકી કોઇપણ એક નંબર પર સંપર્ક કરી શકાય છે.
આ કેમ્પને સફળ બનાવવા રોટરી કલબ ઓફ જામનગરના શરદ શેઠ, રોટરી કલબ ઓફ રાજકોટના પ્રેસિડેન્ટ નિખિલ ઉચાટ, સેક્રેટરી પંકિલ પઢારીયા, પ્રોજેકટ ચેર ચંદ્રેશ મનવાની સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.
તસ્વીરમાં સંસ્થાના પ્રેસીડેન્ટ નિખિલ ઉચાટ, પરાગ તન્ના અને રાજ ધાબલીયા નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(4:16 PM IST)










