<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

રામનાથ મહાદેવ મંદિર પરિસર ચોખ્‍ખુ-ચણાંક

ભારે વરસાદના કારણે આજી નદીમાં આવેલ પુર બાદ સફાઇ ઝુંબેશ હાથ ધરાઇઃ મનપાના પદાધિકારીઓ અને કોર્પોરેટરોની સ્‍થળ મુલાકાત

રાજકોટ, તા. ૩૧ : રાજકોટ શહેરમાં તા.૨૪ થી તા.૨૮  દરમ્‍યાન પડેલ ભારે વરસાદને કારણે આજી-૧ ડેમ ઓવરફલો થતાં આજી નદીમાં ઘોડાપુર આવેલ. આ પુરના કારણે આજી નદીમાં આવેલ સ્‍વયંભુ શ્રી રામનાથ મહાદેવ મંદિર પરિસરમાં મોટા પ્રમાણમાં કચરો આવતા મંદિર પરિસરમાં ગંદકી થયેલ હતી.

મંદિર પરિસર આસપાસ પાણીના વહેણ ધીમા પડતા મહાનગરપાલિકા દ્વારા તાત્‍કાલિક ધોરણે મંદિર પરિસરની સંપૂર્ણ સઘન સફાઈ કરવા સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખાની ટીમો કાર્યરત કરવામાં આવેલ. આ ટીમમાં ૫૦ સફાઈ કર્મચારીઓ, ૨-જે.સી.બી. અને ડમ્‍પર દ્વારા મંદિર પરિસર આસપાસ આવેલ કચરાના ઢગલા, ગાંડી વેલ, પ્‍લાસ્‍ટિક વગેરે સહિત ૫૦ ટન કચરાનો નિકાલ કરવામાં આવેલ.

આ સઘન સફાઈ ઝુંબેશ કામગીરીની મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, વિધાનસભા-૬૯ના ધારાસભ્‍ય ડૉ.દર્શિતા શાહ, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા, સેનિટેશન સમિતિ ચેરમેન નીલેશભાઈ જલુ, એસ્‍ટેટ સમિતિ ચેરમેન મગનભાઈ સોરઠીયા, બાંધકામ સમિતિ ચેરમેન  ભાવેશભાઈ દેથરીયા, કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન કંકુબેન ઉઘરેજા, પૂર્વ મેયર ડૉ. પ્રદીપ ડવ, પૂર્વ શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, કોર્પોરેટર જયશ્રીબેન ચાવડા, સંજયસિંહ રાણા, જીતુભાઈ કાટોડીયા, વિનુભાઈ સોરઠીયા, અગ્રણી જીતુભાઈ મહેતા,નાયબ મ્‍યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ, પર્યાવરણ ઈજનેર નીલેશભાઈ પરમાર અને સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખાના અધિકારીઓ-કમર્ચારીઓ વગેરેએ મુલાકાત લીધી હતી.

આ મુલાકાત વેળાએ પદાધિકારીઓ દ્વારા જરૂર જણાયે સફાઈ કર્મચારીઓ તથા સાધન સામગ્રી વધારી આ સફાઈ કામગીરી તાત્‍કાલિક પૂર્ણ કરવા અધિકારીઓને સુચના આપવામાં આવી

(4:17 PM IST)