તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Saturday, 31st August 2024
શહેર કોંગ્રેસની બેઠક : નવા સંગઠનની રચના સાથે ભાજપના ભ્રષ્ટાચારો શેરી સુધી લઇ જવા નિર્ધાર

રાજકોટ : શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીની યાદીમાં જણાવ્યા મુજબ નગારે ઘા કરવા ચુનંદા કાર્યકરોની એક બેઠક બોલાવાઇ હતી. જેમાં નવા સંગઠન માળખા માટે દરેક વોર્ડનો સંપર્ક કરવા અને ભાજપના ભ્રષ્ટાચારો શેરી સુધી લઇ જવા નિરધાર કરાયો હતો. હોટલ મીન્ટ ખાતે યોજાયેલ આ બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા ઇન્દ્રીનલ રાજયગુરૂએ જણાવેલ કે આજે ગામડે ગામડે કોંગ્રેસ બરાબર હોવાનો સુર વહેતો થયેલો જોવા મળે છે. કોંગ્રેસના સૈનિક હોવાનું અમને ગૌરવ છે. શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ શહેરના તમામ ૧ થી ૧૮ વોર્ડમાં દરરોજ સાંજે બે કલાક બુથ કમ્પ્લીટ માટેબેઠક કરવાનો વિચાર મુકયો હતો. પુર્વ કોંગ્રેસ પ્રમુખ જશવંતસિંહ ભટ્ટીએ આગામી મહાનગરપાલિકામાં કોંગ્રેસની સતાના બેનરો લાગે તે માટે તનતોડ મહેનત કરવા અને તમામ કાર્યક્રમોમાં હાજરી આપવા ખાત્રી ઉચ્ચારી હતી. રાજદીપસિંહ જાડેજાએ લોકોની વેદના સાંભળવા કોંગ્રેસ શહેરી ગલીઓમાં ઉતરશે તે વિષે માહીતી આપી હતી. ધરમ કાંબલીયાએ જણાવેલ કે હવે કોંગ્રેસનો ટ્રેન્ડ ચાલ્યો છે. ત્યારે સંગઠન થકી સારી કામગીરી થાય તો આગામી દિવસોમાં રાજકોટ મહાનગરપાલિકા કોંગ્રેસની જ હોઇ શકે. સીનીયર કોંગ્રેસ આગેવાન અને પૂર્વ કોર્પોરેટર સંજયભાઇ અજુડીયાએ જણાવેલ કે બોર્ડમાં સંગઠન મજબુત બનાવી ધર્મના આવરણ હેઠળ સત્તામાં બેઠલા પક્ષને તેનું અસલ સ્થાન બતાવી દેવુ છે. મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠીયાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંભાળવા સાથે દરેક વોર્ડ મજબુત બનાવવા નવા યુવાનોને જોડવા સુચન કર્યુ હતુ. અંતમાં આભારવિધિ પ્રેસ કોંગ્રેસ સમિતિના ગોપાલભાઇ અનડકટે કરી સર્વે કાર્યકરોનો આભાર વ્યકત કર્યો હતો.
(4:19 PM IST)










