<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

આહીર યુવા માટે પોલીસ ભરતી બોર્ડની ભરતી પરીક્ષા માટે સ્‍પેશિયલ બેચના તાલીમ વર્ગ

ક્રિષ્‍ના ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ દ્વારા ૯ સપ્‍ટેમ્‍બરથી વર્ગોનો પ્રારંભઃ એડમિશન ૩૦ ઓગષ્‍ટથી શરૂ થશે

રાજકોટઃ આહીર સમાજના યુવા ભાઇઅો તથા બહેનો સ્પર્ધાત્મક પરીક્ષા આપી પોતાની કારકીર્દી ઘડી શકે અને તેઅો પણ ઉચ્ચ હોદ્દા પર પહોîચે તેવા હેતુથી પોલીસ કોન્સ્ટેબલ, પી.ઍસ.આઇ. પરીક્ષાઅોની તૈયારી માટેના તાલીમ વર્ગ ક્રિષ્ના ફાઉન્ડેશન દ્વારા શરૂ થશે. ૧પ૦ ફુટ રીંગ રોડ, રામદેવપીર ચોકડી નજીક, પરીશ્રમ સ્કુલ ખાતે ઍડમિશન કાર્ય અને ત્યારબાદ તાલીમ વર્ગનું આયોજન કરેલ હોવાનું ઍક યાદીમાં જણાવાયું છે. આ તાલીમ વર્ગ માટે તા. ૩૦ અોગષ્ટ શુક્રવારથી પ સપ્ટેમ્બર ગુરૂવાર સાંજે ૬-૩૦ થી ૮ દરમ્યાન વહેલા તે પહેલાના ધોરણે ઍડમિશન આપવામાં આવશે. ત્યારબાદ ૯ સપ્ટેમ્બર સોમવારથી તાલીમ વર્ગોનો પ્રારંભ કરવામાં આવશે, આ વર્ગોમાં સ્પર્ધાત્મક પરીક્ષાના નિષ્ણાંતો દ્વારા તાલીમ આપવામાં આવશે. ક્રિષ્ના ફાઉન્ડેશન ર૦૧૩ થી કાર્યરત છે. અત્યાર સુધીમાં ર,૧૦૦ વિદ્યાર્થીઅો સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી ચૂકયા છે. (વધુ માહિતી માટે મોબાઇલ નં. ૯પપ૮૩ ૩૭૭૬ર)

(4:21 PM IST)