તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 1st September 2024
ગોંડલના વેપારી સાથે મુંબઇના બે શખ્સોએ ૮.૪૩ લાખની છેતરપીંડી કરી
ધાણા-મેથીનો જથ્થો મોકલ્યા બાદ રૂપિયા ન આપી ઠગાઇ કરી

રાજકોટ તા. ૩૧ : ગોંડલના વેપારી સાથે મુંબઇના બે શખ્સોએ ૮.૪૩ લાખની છેતરપીંડી કરતા પોલીસમાં ફરીયાદ થઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ મહાદેવનગર શેરી નં. ૨ રસીક ભુવન મંદિર પાસે રહેતા વેપારી જયરાજસિંહ નિર્મળસિંહ ઝાલાએ આરોપી નીતીન સુરેશચંદ્ર રેવાવાળા એચ.યુ. એન્ટરપ્રાઇઝ મુંબઇ તથા સચીન કાંતિકુમાર આહુજા રે. મુંબઇ સામે ગોંડલ બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ કરી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ઉકત બંને આરોપીઓએ ફરીયાદીની ગોંડલ ખાતે આવેલ આદિત્ય એક્ષપોર્ટ નામની પેઢીમાંથી તા. ૨૩/૪/૨૦૨૪થી તા. ૧૦/૫/૨૦૨૪ દરમિયાન ૪ ગાડીઓ મારફત ધાણા તેમજ મેથીનો જથ્થો મુંબઇ એચ.યુ. એન્ટરપ્રાઇઝ ખાતે મંગાવ્યો હતો અને ફરીયાદીને વિશ્વાસમાં લેવા અમુક પેમેન્ટ આર.ટી.જી.એસ. મારફત ફરીયાદીને મોકલી આપ્યું હતું. બાકીના રૂપિયા ૮,૪૩,૭૫૮ની અવાર-નવાર ફોન કરતા આરોપીઓનો ફોન બંધ આવતો હોય બાકી, પેમેન્ટ નહિ ચૂકવી છેતરપીંડી કરી હતી.
આ ફરીયાદ અન્વયે ગોંડલ પોલીસે ઉકત બંને સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(10:26 AM IST)










