<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

જાણીતા ઓર્થોપેડિક સર્જન અને જ્ઞાતિસેવક ડો.નીતિનભાઇ રાડિયાના નામ આગળ અંતે સ્‍વ. લાગ્‍યુ

અદ્‌ભૂત તબીબી કારકિર્દી જેવી જ અદભુત સામાજિક સેવાઓ પણ કાબિલેદાદ હતી ખૂબ વ્‍યસ્‍તતા છતાં યુવક મંડળ પ્રમુખ, લોહાણા મહાજન, આરસીસી બેંક ડાયરેક્‍ટર, ઇન્‍ટરનેશનલ લેવલે લોહાણા મહાપરિસદ સાથે જોડાઇ અદભુત કામગીરી બદલ એવોર્ડ મેળવેલ

રાજકોટ,તા.૨: પોર્ટુગલમાં જન્‍મેલ એક વ્‍યક્‍તિ સર્જન તરીકે કારકિર્દી શરૂ કરે અને અકાળે જેમનું મૃત્‍યુ થાય ત્‍યારે હજારો આંખો રડે એવી ઘટનાનું સર્જન રાજકોટમાં થયું છે.આ સર્જન એટલે જાણીતા ઓર્થોપેડિક સર્જન અને સંબંધો અને તેમના સહયોગી મોહિતભાઈ બુચના શબ્‍દોમાં કહીએ તો જીવનમાં સફળ થવું હોય તો તમને એડજેસ્‍ટ થઈને કોઇ રહે તેના કરતાં સામેવાળાની પદ્ધતિ મુજબ તેમને એડજેસ્‍ટ થાય તો સફળતા મળે, એક સર્જન સાથે એક ખૂબ અદના સામાજિક કાર્યકર એવા સંબંધોનાં માનવી ઘણા સમયથી કેન્‍સરની બીમારીથી પીડાતા હતા, અંતે તેમના આગળ સ્‍વ.શબ્‍દ આપણે ભારે હૈયે લગાડવો પડે છે.

૧૯૬૪માં જેમનો જન્‍મ થયેલ તેવા ડો.નીતિનભાઈ પ્રભુદાસભાઈ રાડિયાએ અમદાવાદની બી. જે. કોલેજમાં મેડિકલ MBBS અને ત્‍યાંજ ઓર્થોપેડીકમાં ડિગ્રી મેળવેલ, સ્‍કુલ અભ્‍યાસ ભાવનગર ઝેવિયર્સ સ્‍કૂલમાં કરેલ.તેમના લગ્ન  એજી ઓફિસના એક સમયના ક્‍લાસ વન અધિકારી વિનોદરાય કાછેલા કે જેમની નિવૃત્તિ બાદ જી.ટી.ઓર્થોપેડીક હોસ્‍પિટલમાં જોડાઈ અને અત્‍યંત ખંત અને શિષ્‍તથી ટોચ પર મૂકનાર મેનેજીંગ ડાયરેક્‍ટરની સુપુત્રી કાશ્‍મીરાબેન સાથે થયેલ. પિતાના પગલે પુત્રી પાયલ પણ મેડિકલ ક્ષેત્રે પ્રવેશ કરી હાલ લંડનમાં ઠક્કર પરિવારમાં સાસરે છે. પુત્ર શૈલ પણ તબીબી ડિગ્રી મેળવી માસ્‍ટર ડિગ્રી મેળવવા લંડન ગયેલ છે.

તેઓ ગોંધિયા હોસ્‍પિટલમાં જોડાયા તે પહેલાં સ્‍વ. સુશીલાબેન શેઠનાં સૂચનથી જી.ટી.શેઠ હોસ્‍પિટલના જોડાયેલ.વિરાણી (ગોંધિયા) હોસ્‍પિટલમાં પણ અનેક મહાનુભાવ સાથે સામાન્‍ય લોકોની અદભુત સર્જરી કરેલ. સામાન્‍ય લોકો માટે દાનની રકમની વ્‍યવસ્‍થા કરવા જાતે દાતા પાસે જતા. પાછળથી વોક હાર્ટ હોસ્‍પિટલમાં સેવા આપનાર આ સર્જન મલ્‍ટીપલ ફેકચર નિષ્‍ણાત તરીકે નામના મેળવનાર આ સર્જને ભૂકંપ સહિત ઇમરજન્‍સી વખતે ખૂબ સેવા કરેલ.અડધી રાતે એક રિંગે ફોન ઉપાડે. એક વખતના પેશન્‍ટ જેમના કાયમી પારિવારિક શુભેચ્‍છક બની જતા તેવા આ સર્જને શુભેછકોની લાગણી ધ્‍યાને રાખી ૨૦૦૬માં પોતાની અદ્યતન ફાર્મસી સહિતની સુવિધા સાથેની હોસ્‍પિટલ બનાવ્‍યા બાદ ખૂબ નામના મેળવેલ.

આવનાર દર્દી ગરીબ હોય કે શ્રીમંત ખૂબ લાગણીથી વાત કરે, દર્દીના ઘરના મેમ્‍બરનાં નામ પણ ખબર હોય, સારા બ્‍લડ ડોનર અને ફુરસદનાં સમયે ગઝલ સાંભળે. અકિલાની શ્રી કિરીટભાઇની શુભેચ્‍છા મુલાકાતે આવે ત્‍યારે આખા પરિવારને મળે અને ત્‍યારબાદ મારી( જગદીશભાઈ ગણાત્રા) સાથે ચાની લારી પર ઊભા રહી ચા પીવે.

તબીબી કાર્યમાં વ્‍યસ્‍ત છતાં તેવો ૧૯૯૮ થી રાજકોટ લોહાણા યુવક પ્રગતિ મંડળના ઉપ પ્રમુખ પદે ખૂબ વ્‍યસ્‍ત છતાં જોડાયેલ, જે જીવનના અંત સુધી જવાબદારી નિભાવેલ. યોગેશભાઈ જસાણી, અશોકભાઈ હિંડોચા,  અજયભાઈ ઠકરાર, હિતેષભાઈ પોપટ, ભુપેન્‍દ્રભાઈ, મનસુખભાઈ સાથે રહી કાર્ય કરતા. દુરંદેશી એવા રાજકોટ મહાજન પ્રમુખ ભામાશા સ્‍વ જયંતીભાઈ કુંડલિયાએ ડો.નીતિનભાઈ રાડિયામાં રહેલ ગુણ પારખી તેમને  લોહાણા મહાજનના સક્રિય કરેલ. આરસીસી બેંકનાં ડાયરેક્‍ટર બનાવેલ, પાછળથી તેમની સેવાની કદર કરી તેમના પત્‍ની કાશ્‍મીરાબેનને પણ બેંકનાં ડાયરેક્‍ટર તરીકે પસંદ કરેલ. તેમને અનેક જરૂરિયાતમંદ  લોકોની તમામ રીતે મદદ કરેલ. લોહાણા મહાપરિસદમાં આરોગ્‍ય કમિટીનાં ચેરમેન તરીકે અદભુત સેવા બદલ યોગેશભાઈ લાખાણી ટીમે વિશેષ એવોર્ડ પણ આપેલ

(12:20 PM IST)