તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Monday, 2nd September 2024
હવે ૧૬ મીએ ઇદે મીલાદઃ બુધવારે ચંદ્રદર્શન
જૂનમાં ઇદુલ અદહા, જૂલાઇમાં આશુરાહ અને ઓગષ્ટમાં ઉર્ષે રઝા ઉજવ્યા બાદ : તહેવારોની પરંપરાઃ તા.૪ થી લતે લતે અને મસ્જીદોમાં દુરૂદખ્વાની તથા વાઅઝના કાર્યક્રમોઃ પૈગમ્બર જયંતિ ઉજવવા મુસ્લીમ સમાજમાં ઉત્સાહ

રાજકોટ, તા., રઃ હાલમાં ઇસ્લામી માસ સફર ચાલી રહયો છે જેની ર૯ મી તારીખે બુધવારે આકાશમાં ચંદ્રદર્શન નિヘતિ હોઇ ગુરૂવારથી રબી ઉલ અવ્વલ માસ શરૂ થઇ જશે અને આજ મહીનાની ઇસ્લામી ૧ર મી તારીખે જગદુધ્ધારક હઝરત મુહંમદ સાહેબની જન્મજયંતી હોઇ ઇદેમીલાદના સ્વરૂપમાં ઉજવવા મુસ્લીમ સમાજમાં ઉત્સાહ પ્રવર્તે છે.
ગત જુન માસમાં ઇદુલઅદહા, જુલાઇ માસમાં મર્હોરમ-આશુરાહ, ઓગષ્ટમાં ઉર્ષે રઝા સહીતના તહેવારો ઉજવાયા બાદ તહેવારોની પરંપરામાં હવે ૧૬ મી સપ્ટેમ્બરના મુસ્લીમ સમાજનો સૌથી મોટો તહેવાર ઉજવવામાં આવશે.
પૈગમ્બર જયંતી અંતર્ગત દર વર્ષે ૧ર દિ'નો ઉત્સવ ઉજવાય છે. જે મુજબ બુધવારે સાંજે ચંદ્રદર્શન થતાની સાથે જ મસ્જીદોના દરૂદ શરીફનું પઠન અને અનેક મુસ્લીમ વિસ્તારોમાં જાહેર વાઅઝના ૧ર દિ'ના સળંગ કાર્યક્રમ યોજાતા હોય છે.
બીજી તરફ આ વખતે ઇદે મીલાદ સોમવારના દિવસે ઉજવાશે. અત્રે એ નોંધનીય છે કે, પૈગમ્બર સાહેબનો જન્મ ૧૪પ૦ વર્ષ પહેલા અરબસ્તાનના મક્કા શરીફ નામના શહેરમાં થયો હતો એ દિવસે સોમવાર જ હતો.
દરમિયાન કાદરીયા ગ્રુપ દ્વારા રઝાનગર (જંગલેશ્વર)માં ગૌષિયાહ મસ્જીદ પાસે તવક્કલ ચોકમાં ૧ર દિ' કાર્યક્રમ યોજાયો છે. જેમાં દરરોજ રાત્રે મૌલાના અ.રહીમ બરકાતી (ઉના)તકરીર કરશે.
જયારે યાદે ઇલાહીનાતા જીયા કમીટી દ્વારા હઝરત હસનશાહ પીરની દરગાહના ચોકમાં ગોકુલનગર ખાતે ૧ર દિ' સુધી હઝરત મૌલાના સંજર રઝા કાદરી, હબીબી (ગોંડા-યુ.પી.) તકરીર કરનાર છે.
આ ઉપરાંત ભગવતીપરામાં પ્રથમ છ દિ' હઝરત મૌલાના અલી અકબર સિદીકી (રાજકોટ) તથા છેલ્લા છ દિ' હઝરત મૌલાના ગુલામગૌષ રઝવી (પુના-મહારાષ્ટ્ર) તકરીર કરનાર છે.ઇદે મીલાદ ઉજવણી અંતર્ગ ખાસ કરીને એ દિવસે જુલુસ નિકળે છે જેના માટે પણ ગામે ગામ તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે.
(5:15 PM IST)










