<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

૧ લાખની પ્રતિબંધિત ઇ-સિગારેટ સાથે એસઓજીએ મીતને પકડયો

પીઆઇ ડી. સી. સાકરીયા, પીએસઆઇ મજીરાણા, એએસઆઇ ડી. બી. ખેરની ટીમની શક્‍તિનગર રોડ પર કાર્યવાહીઃ ઇન્‍દ્રસિંહ, દિગ્‍વીજયસિંહ, હાર્દિકસિંહ પરમારની બાતમી મુંબઇ તરફથી સિગારેટ આવતી હોવાનું રટણ

 

રાજકોટ તા. ૨: શહેરમાં અલગ અલગ પાનના ગલ્લાઓ તેમજ હોલસેલ ટોબેકો પ્રોડક્‍ટનો વેપાર કરતાં અમુક દુકાનદારો પ્રતિબંધીત ઇ-સિગારેટ (વેપો)નો વેપલો કરતાં હોઇ તેના પર નજર રાખવા અને આ પ્રકાનની પ્રોડક્‍ટનું વેંચાણ થતું હોય તો કાર્યવાહી કરવા સુચના મળી હોઇ શહેર એસઓજીની ટીમે કાલાવડ રોડ શક્‍તિનગર મેઇન રોડ પર આવેલા બાવન જીનાલય પાસે રોડ પરથી એક શખ્‍સને દબોચી લીધો હતો. તેની પાસેથી રૂા. ૧,૦૭,૫૦૦ની કિંમતના ઇ-સિગારેટના ૪૩ બોક્‍સ મળી આવતાં ગુનો દાખલ કરાવી ધરપકડ કરી હતી.

એસઓજીની ટીમે નશામુક્‍ત ભારત અભિયાન અંતર્ગત ડ્રાઇવ યોજી હતી. એ દરમિયાન હેડકોન્‍સ. ઇન્‍દ્રસિંહ જાડેજા, દિગ્‍વીજયસિંહ ગોહિલ અને કોન્‍સ. હાર્દિકસિંહ પરમારને બાતમી મળતાં શક્‍તિનગર મેઇન રોડ પર વોચ રાખી મીત ચંદ્રવદન પુજારા (ઉ.વ.૩૪-રહે. કાલાવડ રોડ ખેતલાઆપા ટી સ્‍ટોલ પાસે ક્રિષ્‍ના એપાર્ટમેન્‍ટ એ-૫૦૨)ને પકડી લીધો હતો.  તેની પાસેના થેલાની તલાસી લેતાં અંદરથી રૂા. ૨૫૦૦ના એક એવા ૪૩ ઇ-સિગારેટના બોકસ રૂા. ૧,૦૭,૫૦૦ના મળી આવતાં  યુનિવર્સિટી પોલીસમાં ગુનો દાખલ કરાવ્‍યો હતો. આગળની તપાસ એએસઆઇ એચ. પી. રવૈયા કરે છે. પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ ડી. સી. સાકરીયા, પીએસઆઇ એમ. બી. મજીરાણા, એએસઆઇ ડી. બી. ખેર, હેડકોન્‍સ. ઇન્‍દ્રસિંહ જાડેજા, ફિરોઝભાઇ રાઠોડ, દિગ્‍વીજયસિંહ ગોહિલ અને હાર્દિકસિંહ પરમારે આ કામગીરી કરી હતી. આ શખ્‍સ મુંબઇ તરફથી આ સિગારેટ મંગાવતો હોવાનું રટણ કર્યુ હતું.

(6:07 PM IST)