<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

કોટેચા ચોકમાં કારની ઠોકરે પ્રૌઢનું મોતઃ ચાલકે જ સારવાર માટે ખસેડયા પણ...

અજાણ્યા પ્રૌઢના વાલીવારસને શોધતી ગાંધીગ્રામ પોલીસ

રાજકોટઃ કાલાવડ રોડ પર કોટેચા ચોક પાસે ચાલીને જઇ રહેલા અજાણ્યા પ્રૌઢ કાર ચાલકે હડફેટે લેતા તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું.

મળતી વિગત મુજબ કોટેચા ચોકથી ઇન્દીરા સર્કલ વચ્ચે રોડ પર ચાલીને જઇ રહેલા આશરે ૫૦ વર્ષના અજાણ્યા પ્રૌઢને કારના ચાલકે હડફેટે લેતા પ્રૌઢ પડી જતા બેભાન થઇ ગયા હતા. અકસ્માત સર્જાતા કારચાલક ચીરાગે કાર ઉભી રાખી ૧૦૮ બોલાવી પ્રૌઢને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ યુ.આર.ભટ્ટ સહિતે હોસ્પિટલે પહોંચી કાર્યવાહી કરી પી.એસ.આઇ એસ.બી. જાડેજા તથા રાઇટર વિશ્વરાજસિંહ પ્રૌઢના વાલી વારસની શોધખોળ હાથ ધરી હતી. જો કોઇ આ પ્રૌઢના સગા સંબંધી હોય તો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ફોન નંબર ૦૨૮૧-૨૫૮૮૦૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(2:47 PM IST)