તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Monday, 2nd September 2024
એ.જી. ચોક પાસે વ્યકતા મહિલાને રોકી હર્ષ ડોડીયાનો નિર્લજજ હુમલો
તારે મારી સાથે સંબંધ રાખવો પડશે' કહી બાવડુ પકડી મારમારી ટાંટીયા ભાંગી નાખવાની ધમકી દીધીઃ યુનિવર્સિટી પોલીસે હર્ષ ને સંકજામાં લઇ પુછપરછ હાથધરી

રાજકોટ તા. ૨ : યુનિવર્સિટી રોડ વિસ્તારમાં રહેતી વ્યકતા મહિલાનો પીછો કરી એ.જી. ચોક પાસે રોકી મવડી પાળગામ ના શખ્સે 'તારે મારી સાથે સંબંધ રાખવો પડશે' કહી બાવડુ પકડી મારમારી નિર્લજજ હુમલો કરતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ યુનિવર્સિટી રોડ વિસ્તારમાં રહેતી વ્યકતા મહિલાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં મવડી પાળગામ માં રહેતા હર્ષ હેમંતસિંહ ડોડીયા સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે પોતાના ૨૦૨૩ માં પતિ સાથે છૂટા છેડા થયા બાદ પુત્ર અને પુત્રી સાથે રહે છે. અગાઉ મવડી પાળગામમાં હર્ષ સાથે પોતાને ઓળખાણ થયા બાદ બંને વચ્ચે ફોનમાં વાતચીત થતી હતી બે મહિના પહેલા આ હર્ષ પોતાના ઘરે આવી પોતાની સાથે ખરાબ વર્તન કરતા પોતે પોલીસમાં જાણ કરવાની વાત કરતા તેણે કહેલ કે હવે બીજી વાર નહી કરૃ અને પોતે તેને કહેલ કે તારે મારે કોઇ સંબંધ નહી હવે તું મને ફોન કરતો નહી તેમ કહી પોતે તેની સાથે સંબંધ તોડી નાખ્યો હતો બાદ પોતે તેની સાથે તમામ પ્રકારના સંબંધ તોડી નાખ્યા હતા. તેમ છતા હર્ષ પોતાની સાથે સંબંધ રાખવા માટે પોતાના ઘરે આવી ગાળો આપી ધરના સભ્યોને મારમારવાની ધમકી આપતો હતો. બાદ ગઇકાલે રાત્રે પોતે પોતાનું એકટીવા લઇ ઘરે થી નીકળી જડુસ પાસે મેલડીમાં ના મંદિરે દર્શન કરવા જતા હતા. ત્યારે રોડ પર હર્ષ ડોડીયા તેનુ સ્કુટર લઇને ઉભો હતો. અને પોતાને ઉભા રહેવા જણાવતા પોતે તેને વાત કરવાની ના કહી એકટીવા ચલાવી એ.જી. ચોક તરફ જતા હતા. ત્યારે આ હર્ષ પોતાની પાછળ આવી એ.જી.ચોક પાસે પોતાને રોકી એકટીવા માંથી ચાવી કાઢી લીધી હતી. અને પોતાને ગાળો આપી પોતાને ઢીકાપાટુનો મારમાર્યો હતો. અને તેણે કહેલ કે તને તો પતાવી દેવી છે તારા ટાટીયા ભાંગી નાખવા છે. તારે મારી સાથે સંબંધ રાખવો પડશે. તેમ કહી બાવડુ પકડી પોતાને ખેંચી તેની સાથે લઇ જવા નો પ્રયાસ કરતા દરમ્યાન પોતાનો ભાઇ રીક્ષા લઇને ઉભો હોઇ તે જોઇ જતા પોતાને છોડાવવા આવતા હર્ષે તેને પણ મારમાર્યો હતો. બાદ બહેનપણએ પોલીસ કંટ્રોલમા઼ જાણ કરતા પોલીસની ગાડી આવી જતા પોતાને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના પી.એસ.આઇ.ડી.આર. રત્નુ સહિતના સ્ટાફે મહિલાની ફરિયાદ દાખલ કરી હર્ષ ડોડીયાને સકંજામાં લઇ તપાસ હાથ ધરી છે.
(2:54 PM IST)










