<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં શાળા સંચાલક વિભાગમાં ઉમેદવારી નોંધાવતા મેહુલ પરડવા

સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળની પાર્લમેન્ટરી બોર્ડે ઉમેદવાર જાહેર કર્યાઃ પ૦ થી વધુ ટેકેદારોની ઉપસ્થિતિ

રાજકોટ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં શાળા સંચાલક વિભાગની બેઠક ઉપર ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના સત્તાવાર ઉમેદવાર તરીકે મેહુલભાઇ પરડવાએ તેના ટેકેદારો સાથે ઉમેદવારી નોંધાવી હતી. તે સમયની તસ્વીર.

રાજકોટ, તા. ર :  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે અનેક દાવેદારોએ તેમના ટેકેદારો સાથે ફોર્મ ભરવા શિક્ષણ બોર્ડની કચેરીએ દોડી ગયા છે.

શિક્ષણ બોર્ડના સભ્યોની ચૂંટણી માટે વિવિધ સંવર્ગમાં બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બેઠક શાળા સંચાલક વિભાગની બની છે. અગાઉ, ત્રણ વખત શિક્ષણ બોર્ડના સભ્ય તરીકે હરીફોની વિશાળ ફોજ હરાવીને ચૂંટણી જીતતા ડો. પ્રિયવદન કોરાટે બે દિવસ પૂર્વે ફોર્મ ભર્યુ છે.

શાળા સંચાલક વિભાગની ચૂંટણીમાં ડો. પ્રિયવદન કોરાટ સામે આ ચૂંટણી ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે પણ ભારે જોર લગાવ્યું છે. ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના સત્તાવાર ઉમેદવાર તરીકે રાજકોટના મેહુલભાઇ પરડવાની પસંદગી કરી છે. આજે મેહુલભાઇ પરડવાએ જયદીપભાઇ જલુના ટેકાથી દાવેદારી નોંધાવી છે. આ સમયે પ૦થી વધુ શાળા સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.

મેહુલભાઇ પરડવાએ ઉમેદવાર ફોર્મ રજૂ કર્યા સમયે પ્રમુખ ડી.વી. મહેતા મહામંત્રી પરિમલભાઇ પરડવા, જયદીપભાઇ જલુ, સંદીપભાઇ, વિપુલભાઇ પાનેલીયા, રામભાઇ ગરૈયા, રાણાભાઇ ગોજીયા, વિનુભાઇ લોખીલ, પ્રવીણભાઇ ગોંડલીયા, રાજ ઉપાધ્યાય, જીતુભાઇ મકવાણા, વિશાલ હિરાણી, નરેન્દ્રભાઇ ભાડલીયા, અનિલભાઇ રાઠોડ, સુરેશભાઇ વ્યાસ, અમૃતભાઇ માલી, જીતુભાઇ ખૂંટ, કેતન મણીયાર, વિકીભાઇ કાનગડ, જગદીશભાઇ દોંગા, કનુભાઇ બોરીયા, મહેશભાઇ ડોલર, જશુભાઇ, હરદાસભાઇ કરમટા, વિશાલ ઠાકર, નિલેશભાઇ કુંડારીયા, હાર્દિકભાઇ પટેલ, યોગેશભાઇ ઘેટીયા, બળદેવભાઇ, વિજયભાઇ ભાડજા, દિલીપભાઇ બારૈયા, મહેશબાઇ ઠક્કર, ધીરેનભાઇ, નિરવભઇ ઠકકર સહદેવસિંહ ઉમેશભાઇ પટેલ, હિતેષભાઇ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

 

(3:02 PM IST)