તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Monday, 2nd September 2024
ડેન્ગ્યુના ડરામણા ડાકલાઃ રર દર્દીઃમેલેરીયાના ૩ કેસ
મનપા દ્વારા ૪૪ હજારથી વધુ ઘરોમાં પોરાનાશક કામગીરી : ઝાડા-ઉલ્ટી-તાવ-શરદી-ઉધરસના ૧૩૦૦ થી વધુ દર્દી તંત્રના ચોપડે નોંધાયાઃ મચ્છર ઉત્પતિ સબબ ર૬૩ સ્થળોએ તપાસઃ ર૪પને નોટીસઃ ૭ હજારનો વહીવટી ચાર્જ લેવાયો

રાજકોટ તા. ર :.. શહેરમાં છેલ્લા અઠવાડીયામાં મચ્છરજન્ય રોગે માથુ ઉંચકયું છે. ઉપરાંત ટાઇફોઇડના પણ દર્દી નોંધાયા છે. આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ર૬ ઓગસ્ટથી ૧ સપ્ટે. સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
મચ્છરજન્ય રોગચાળાના ૨૬ કેસ
છેલ્લા સપ્તાહમાં ડેન્ગ્યુના ૨૨ કેસ નોંધાયા છે. સીઝનનાં મેલેરીયાના ૨૦, ડેન્ગ્યુના પર તથા ચિકનગુનિયાના ૧૯ કેસ નોંધાયા છે. ડેન્ગ્યુ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વધુ લોકોને કરડતા હોવાથી વધુ લોકો હોય તેવા સ્થળોએ આવા રોગ ફેલાવવાનું જોખમ વધુ રહે છે.
શરદી-તાવના ૧૩૨૮ થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૬૮૬ તેમજ સામાન્ય તાવના ૪૪૦ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૨૦૨ તથા ટાઇફોડનો ૧તથા કોલેરાનો ૧ સહિત કુલ ૧૩૨૮ થી વધુ દર્દીઓ નોંધાયા હતા.
મચ્છર ઉત્પતિ સબબ ૨૪૫ ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ધનીષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૪૪,૩૪૨ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૩૦૬૧ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૨૬૩ થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૨૪૫ લોકોને નોટીસ પાઠવી હતી. જયારે ૭ હજારનો વહીવટી ચાર્જ પણ વસુલાયો હતો.
(3:12 PM IST)










