<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

પર્યુષણ પર્વે કતલખાના બંધ રાખવાઃ મનપાનું જાહેરનામુ

જાહેરનામા ભંગ બદલ કાયદેસર કાર્યવાહી કરાશે

રાજકોટઃ જૈનોના પવિત્ર પર્યુષણ પર્વ નિમિતે તા. ૩૧ ઓગસ્‍ટ થી તા. ૭ સપ્‍ટેમ્‍બર સુધી ૮ દિવસ રાજકોટ મહાનગરપાલિકાના વિસ્‍તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા જાહેરનામું પ્રસિધ્‍ધ કરેલ છે. તા. ૮ તથા તા. ૧૭ ‘દિગંમ્‍બર જૈન સંવત્‍સરી' ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના વિસ્‍તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા ફરમાવવામાં આવે છે.

સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્‍તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એકટ-૧૯૪૯ની કલમ ૩૨૯ અને ૩૩૬ તથા વંચાણે લીધેલ રાજકોટ મહાનગરપાલિકાના બાયલોજી અન્‍વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની સંબંધકર્તા તમામે ગંભીર નોંધ લેવા જાહેરનામામાં જણાવાયું છે.

(5:14 PM IST)