તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Monday, 2nd September 2024
મહંત નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ દ્વારા બાર જયોતિર્લીંગના દર્શન
સમગ્ર શ્રાવણ માસ નિમિત્તે મહામંડલેશ્વર અને આપા ગીગાના ઓટલાના નેપાળ પશુપતિનાથ, ડોલેશ્વર, મહાદેવ તેમજ બુઢ્ઢા નિલકંઠ મહાદેવના દર્શન સાથે ર૦ દિવસમાં સમગ્ર સમાજના હિતાર્થે અલૌકિક યાત્રા સંપન્ન

રાજકોટ તા. રઃ શ્રી આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ (નરેન્દ્રભાઇ સોલંકી) દ્વારા શ્રાવણ માસ નીમીતે બાર જયોતિલીંગની યાત્રા સંપન્ન થઇ છે. શ્રી સોમનાથ જયોતિર્લીંગ (ગુજરાત), શ્રી નાગેશ્વર જયોતિલીંગ (ગુજરાત), શ્રી મહાકાલેશ્વર જયોતિલીંગ (મધ્ય પ્રદેશ), શ્રી ઓમ કારેશ્વર જયોતિલીંગ (મધ્ય પ્રદેશ), શ્રી ત્ર્યંબકેશ્વર જયોતિલીંગ (મહારાષ્ટ્ર), શ્રી ભીમાશંકર જયોતિલીંગ (મહારાષ્ટ્ર), શ્રી ગ્રીષ્નેશ્વર જયોતિલીંગ (મહારાષ્ટ્ર), શ્રી કાશી વિશ્વનાથ જયોતિલીંગ (ઉત્તર પ્રદેશ), શ્રી વૈજનાથ જયોતિલીંગ (ઝારખંડ), શ્રી મલ્લિકાર્જુન જયોતિલીંગ (આંધ્ર પ્રદેશ), શ્રી રામેશ્વર જયોતિલીંગ (તામીલનાડુ), શ્રી કેદારનાથ જયોતિલીંગ (ઉત્તરાખંડ) તેમજ નેપાળમાં કહેવાય છે કે જયાં ભગવાન ભોળાનાથનુ મુખ છે તેવા પશુપતિનાથ મહાદેવ તેમજ શ્રી ડોલેશ્વર મહાદેવ અને બુઢ્ઢા નિલકંઠ મહાદેવ જેવી અલૌકિક અને પૌરાણીક જગ્યાઓના દર્શન તેમજ આશીર્વાદનો લાભ શ્રાવણ માસની અંદર ભગવાનશ્રી ભોળાનાથ કુળદેવી શ્રી બહુચરાજી માતાજી, ભગવાન દ્વારકાધીશ તેમજ ગુરૂપીરો શ્રી આપાગીગા અને સદ્ગુરૂદેવ શ્રી જીવરાજબાપુના આશીર્વાદથી સમગ્ર સમાજના હિતાર્થે દર્શનનો એકી સાથે બાર જયોતિલીંગ સહીત નેપાળનો લાભ મળેલ છે. તે પરમ કૃપાળુ પરમાત્માના આશીર્વાદથી જ શકય બનેલ છે.
મહંત નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ (નરેન્દ્રભાઇ સોલંકી) દ્વારા યાત્રાનો મંગલ પ્રારંભ તા. ૯ ઓગષ્ટ ર૦ર૪ શુક્રવાર નાગપાંચમ વ્હેલી સવારે સોમનાથ મહાદેવના દર્શન કરી ચાલુ કરવામાં આવેલ. ત્યારબાદ નાગેશ્વર મહાદેવ તેમજ દ્વારકાધીશના ચરણોમાં વંદન કરી અને તા. ૧૦ ઓગષ્ટ શનિવાર નાસીક મહારાષ્ટ્ર ત્રંબકેશ્વર મહાદેવ, ગ્રીષ્નેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ તા. ૧૧ ઓગષ્ટ રવિવારના રોજ ધ્રોણેશ્વર મહાદેવ તેમજ ભીમાશંકર મહાદેવના દર્શન પૂજન કરી તા. ૧ર ઓગષ્ટ અને તા. ૧૩ ઓગષ્ટના રોજ વૈધનાથ મહાદેવ ઝારખંડ બીહારના દર્શન કર્યા હતા. તા. ૧૪ ઓગષ્ટ અને તા. ૧પ ઓગષ્ટના રોજ નેપાળ ખાતે કઠમંડુ પશુપતિનાથ મહાદેવ, ડોલેશ્વર મહાદેવ અને બુઢ્ઢા નિલકંઠ મહાદેવના દર્શન પૂજનનો લાભ લીધો હતો ત્યારબાદ તા. ૧૬ ઓગષ્ટ અને ૧૭ ઓગષ્ટ ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિર મધ્ય પ્રદેશ ખાતે ૧રપ બ્રાહ્મણો દ્વારા રૂદ્રીપાઠ, બ્રહ્મ ભોજન, તેમજ ભેટ પુજા અને દક્ષીણા આપવામાં આવેલ હતી. તા. ૧૮ ઓગષ્ટ અમોકારેશ્વર મહાદેવ મધ્યપ્રદેશ ઓડીસા તેલંગોના ખાતે દર્શન અને પૂજા અર્ચન કરેલ હતા. તા. ૧૯ ઓગષ્ટ સોમવાર કાશી વિશ્વનાથ મહાદેવ વારાણસી ખાતે દર્શનનો લાભ લીધેલ હતો. તા. ર૦ ઓગષ્ટ અને તા. ર૧ ઓગષ્ટ શ્રી શૈલમ મલ્લિકાર્જુન મહાદેવ તેલંગાના ખાતે દર્શન તેમજ અભિષેકનો લાભ લીધેલ હતો. તા. રર ઓગષ્ટ અને તા. ર૩ ઓગષ્ટે રામેશ્વર મહાદેવ ખાતે રૂદ્રાઅભિષેક તેમજ રર કુંડ સ્નાન અને દર્શનનો લાભ લીધેલ હતો. તા. ર૪ થી તા. ર૬ ઓગષ્ટ કેદારનાથ હેલીકોપ્ટર દ્વારા દર્શનનો લાભ લીધેલ તેમજ કેદારનાથ મહાદેવનો અભિષેક, રૂદ્રી તેમજ સાધુ સંતોને ભોજન તેમજ ભેટપુજાનો લાભ આપેલ હતો. તા. ર૭ ઓગષ્ટના રોજ હરીદ્વાર ખાતેહરકી પેઢી બ્રહ્મઘાટ ખાતે બ્રહ્મદેવોને ફ્રુટ વિતરણ અને ભેટ પુજા આપવામાં આવેલ.
ત્યારબાદ ઉપરોકત યાત્રાની પૂર્ણાહુતિ નિમીતે જુનાગઢ, દામોદર કુંડમાં સ્નાન કરી શ્રી આપાગીગાની જગ્યામાં શ્રી આપાગીગા સમાધી દર્શન તેમજ પરમ પૂજયનીય સદ્ગુરૂ દેવ શ્રી જીવરાજબાપુના સમાધી દર્શન કરી અને યાત્રાની પૂર્ણાહુતી કરી અને સમગ્ર સમાજના લોક હિતાર્થે પ્રાર્થનાઓ કરવામાં આવેલ હોવાનું જણાવાયું છે. (આપા ગીગાનો ઓટલો, ચોટીલાથી ૬ કિ.મી.ના અંતરે, રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે, (મો. ૯૯૭૮૪ ૦૭પ૧૯, ૯૮ર૪ર ૧૦પર૮)
(3:28 PM IST)










