<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

‘મામા'ના જમાઈએ ‘કળા' કરી : બેન્‍કોને લગાવ્‍યો ૨૫૦ કરોડનો ચુનો

બેન્‍કોને ‘બુચ' લાગતા બેન્‍કો રાતોરાત જાગી : દાવાઓ દાખલ કર્યા : મામાના જમાઈ અને અમદાવાદના એક સીએને પણ પ્રતિવાદી બનાવતા ખળભળાટ : જુદી - જુદી સેલ કંપનીઓ ખોલી ખોટા ટર્નઓવર બતાડી બેન્‍કો પાસેથી ધિરાણો મેળવી બેન્‍કોને ખાડામાં ધકેલી : ટુંક સમયમાં ફોજદારી ફરીયાદો થવાની શકયતા

રાજકોટ, તા. ૨ :  સૌરાષ્‍ટ્રની અગ્રગણ્‍ય બેંકના કર્તાહર્તા સમાહર્તા અને સહકારી ક્ષેત્રની શહેરી સહકારી બેંકોમાં રાષ્‍ટ્રીય લેવલે અને રાજ્‍ય લેવલે જબરૂ પ્રભુત્‍વ ધરાવતા તેમજ સંઘ પરિવારની સહકાર ભારતીના રાષ્‍ટ્રીય લેવલે વરિષ્ઠ કક્ષાના પદાધિકારી કે જેઓ મામાશ્રીના નામે ઓળખાય છે તેના જમાઇએ પોતાના સસરા એટલે કે મામાશ્રીની સહકારી ક્ષેત્રની વગને કારણે સહકારી બેંકો સહિત ખાનગી બેંકોમાંથી આશરે ૨૨૫ કરોડની રકમનુ ધિરાણ મેળવી ફોડ કર્યાની બાબતો ચોતરફા ચર્ચાઇ રહી છે.

તમામ બેંકો ધિરાણ પરત મેળવવા માટે જરૂરી કાયદાકીય વિકલ્‍પો દ્વારા ઝડપી વસુલાત થાય તે માટે પગલા લેવા આગળ વધી છે તેવા નિર્દેપો મળી રહ્યા છે. અમદાવાદની મોટા ગજાની એક સહકારી બેંકે ધિરાણ સંદર્ભિત ૫૦ કરોડ ઉપરાંતની રકમના દાવાઓ દાખલ કર્યાનુ પણ જાણવા મળેલ છે જે ધિરાણમા મામાના જમાઇ અને અમદાવાદ સ્‍થિત એક સી.એ. ને પણ -તિવાદી તરીકે જોડવામાં આવ્‍યા છે કે જેઓ આ કોભાંડના માસ્‍ટર માઈન્‍ડ તરીકે ઉપસી આવ્‍યા છે.

મામાના જમાઇ અને અમદાવાદ સ્‍થિત એક સી.એ. એ મળીને વું જુદી જુદી સેલ કંપનીઓ ખોલી તેમા આભાસી ટર્નઓવર કરી તેમા ૨૫૦ કરોડ જેવી માતબાર રકમના ધિરાણો મેળવીને નિર્દોષ અને કેટલાક ફોડનો ભોગ બનેલા બેંક અને જામીનો ફોજદારી ફરીયાદ કરવાનુ ગંભીરતાથી આગળ વધી રહ્યા હોવાથી નજીકના ભવિષ્‍યમા મામાના જમાઈ અને અમદાવાદ સ્‍થિત એક સી.એ. સહિત અનેક જેલના સળિયા પાછળ ધકેલાઈ તો નવાઈ પામવા જેવુ નથી.

મામાશ્રી ભાજપના મોવડીઓ સાથે સારો ઘરેબો ધરાવે છે અને રિઝર્વ બેંક ઓફ ઇન્‍ડીયામા પણ મામાની પહોચ હોવા છતા જમાઈને બચાવવા માટે હવાતિયા મારી રહ્યાના નિર્દેપો સાંપડી રહ્યા છે. મામાના આ જમાઈ અને અમદાવાદ સ્‍થિત સી.એ. એ ગુજરાતની ૪ કો-ઓપરેટીવ બેંકોના આશરે ૧૧૦ કરોડ રૂપિયાના ધિરાણમા ફોડ આચર્યાનુ બહાર આવ્‍યાનુ જાણવા મળેલ છે.

સૌથી ગંભીર બાબત એ છે કે બેંકને લખી આપેલ સ્‍ટોક બારોબાર વૈચાણ કરીને બેંકના નાણા ડુબાડવાનો હિન પ્રયાસ થયાનુ જાણવા મળેલ છે.

લાગણીશીલ અને વિશ્વાસ રાખનારને લોન ધિરાણમા જામીન તરીકે રજુ કરી અને જામીનોની બોગસ સહિઓ કરી ધિરાણ મેળવેલ હોવાનુ પણ ધ્‍યાન ઉપર આવતા જામીનો ફોજદારી ફરીયાદ કરવાની કાર્યવાહી નજીકના ભવિષ્‍યમા કરે તો નવાઈ પામવા જેવુ નથી.

ગુન્‍હો કરવાની મોડસ ઓપરેન્‍ડી જોઈએ તો મામાના જમાઈ અને અમદાવાદ સ્‍થિત એક સી.એ. મળીને જુદી જુદી સેલ કંપનીઓ ખોલી તેમાં આભાસી ટર્નઓવર કરી પોતાના પરિચીત કે પોતાના કસ્‍ટમરને જામીન તરીકે મિલ્‍કતો મોર્ટગેજ કરાવી મેળવેલ ધિરાણના ફંડનુ ડાયવર્ઝન કરી રોકડ ઉપાડ કે અન્‍ય કંપનીઓમા હવાલા દ્વારા ફંડ ટ્રાન્‍સફર કરી અન્‍ય કંપનીઓના શેરમા રોકાણ કરીને ગુન્‍હો કરેલ, જે ગુન્‍હામા તેઓએ બનાવટી સહિઓ કરી આભાસી સ્‍ટોક બતાવી અનેક જામીનોને ફસાવ્‍યાની બાબતો બહાર આવી રહી છે.

મામાશ્રીની સંઘમા અને ભાજપના શાસનમા મોટી વગ ધરાવતા હોય તેમના જમાઇને બચાવવા માટે જોરશોરથી પ્રયાસો કરી રહ્યાનું જાણવા મળે છે. રાજસ્‍થાન સ્‍થિત એક જામીને ફરીયાદ કર્યાનો એક મહિના ઉપરાંતનો સમય વિતી ગયેલ હોવા છતા ફરીયાદ ગોકળ ગતિએ ચાલી રહી છે ત્‍યારે નવી ફરીયાદ થાય તો કેટલી સફળતા મળશે તે સમય જ કહેશે.

 

(3:39 PM IST)